Pahalgam Terrorist Attack: J&K માં દહેશતનો માહોલ, આજે બધી શાળાઓ બંધ
- પહેલગામમાં હુમલાને લઈ જમ્મુ કશ્મીરનાં સ્થાનિકોમાં રોષ (Pahalgam Terrorist Attack)
- જમ્મુ અને કાશ્મીર ખાનગી શાળા સંગઠનની બેઠક બાદ મોટો નિર્ણય
- સમગ્ર રાજ્યમાં તમામ બોર્ડની સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે
- શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે, યોજાનારી બધી પરીક્ષાઓ પણ મુલતવી
Pahalgam Terrorist Attack: J&K નાં પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કાયરતાપૂર્ણ હુમલો કરીને 26 લોકોનાં જીવ લીધા હતા. જ્યારે 17 લોકો હજુ પણ ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલાને કારણે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભયનો માહોલ પ્રસર્યો છે. ત્યાં અટવાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં મોટાભાગની શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર ખાનગી શાળા સંગઠને (J&K Private School Association) એક ઇમરજન્સી બેઠક યોજી હતી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે સમગ્ર રાજ્યમાં તમામ બોર્ડની સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : પહેલગામ હુમલામાં સામેલ આતંકીની પહેલી તસવીર આવી સામે
શાળા સંગઠનનની બેઠક બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, J&K ખાનગી શાળા સંગઠને એક બેઠક યોજીને રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, આજે જમ્મુ યુનિવર્સિટીમાં (Jammu University) કોઈ વર્ગો નહીં હોય. અહીં, પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજાનારી બધી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. એસોસિએશને પહેલગામમાં થયેલા બર્બર અને અમાનવીય આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને આ ઘટનાની નિંદા કરી.
આ પણ વાંચો - Pahalgam Attack : PM મોદી ભારત પહોંચ્યા, NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કરી વાત
આતંકી હુમલામાં 26 નિર્દોષોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલગામનાં એક રિસોર્ટમાં આતંકવાદીઓએ અનેક નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર (Pahalgam Terrorist Attack) કર્યો હતો. અત્યાર સુધીમાં, આ હુમલામાં 26 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઇ રહ્યું છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સમગ્ર દેશમાં આ હુમલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.દેશવાસીઓ આ હુમલા સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉચ્ચારી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ સ્થાનિકો દ્વારા કેન્ડલ માર્ચ કરીને આ હુમલાનો વિરોધ કરાયો છે અને આતંકીઓને કડક સજા કરવા માગ કરી છે.જણાવી દઈએ કે, હુમલા પછી તરત જ, અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે 24/7 ઇમરજન્સી હેલ્પ ડેસ્કની સ્થાપના કરી અને હેલ્પલાઇન નંબરો જારી કર્યા. આ હુમલાની જવાબદારી TRF આતંકવાદી સંગઠને લીધી છે, જેનું પૂરું નામ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' છે. આ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું (Lashkar-e-Taiba) એક ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન છે.
આ પણ વાંચો - Pahalgam Attack : એક તરફ આતંકી હુમલો, બીજી તરફ ભૂસ્ખલન, પ્રવાસીઓમાં ભયનો માહોલ