Pahalgam Terror Attack Live વડાપ્રધાન મોદીનું બેઠક બાદ સૌથી મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં (PM Modi Meeting) આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. પીએમ મોદી દોઢ કલાક સુધીની હાઈ લેવલ મીટિંગમાં તમામ મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલા બાદ હવે આતંકવાદનો ખાત્મો બોલાવવા સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે. સેના સમય અને ટાર્ગેટ નક્કી કરશે, અમે ખુલી છૂટ આપીયે છીએ.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને અમારા પ્રતિભાવની રીત, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
આતંકીઓમાં અફરાતફરીનો માહોલ !
April 29, 2025 9:00 pm
ભારતની સંભવીત કાર્યવાહીથી પાકિસ્તાનનાં આતંકી લોન્ચપેડ ખાલી થયાના સમાચાર મળી રહ્યા છે. POK માં આતંકીઓની સુરક્ષાની તૈયારી કરી પાકિસ્તાની સેનાએ. 7 કરતા વધારે આતંકી લોન્ચપેડ ખાલી થયા હતા.
તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆને કર્યો મોટો ખુલાસો
April 29, 2025 8:24 pm
તુર્કીનાં રાષ્ટ્રપતિ એર્દોઆને ખુલાસો કર્યો છે કે, તુર્કીએ પાકિસ્તાનને હથિયાર મોકલ્યા હોવાના સમાચાર હતા. જે બાબતે તુર્કીના રાષ્ટ્રપતિએ ખુલાસો કર્યો છે કે, હથિયાર મોકલ્યા ન હતા. તેમજ તુર્કીનું સી-130I હરક્યૂલિસ વિમાન માત્ર ઈંધણ માટે ઉતર્યું હતું.
પાકિસ્તાન સૈન્યમાંથી હજારો જવાનોએ નોકરી છોડી
April 29, 2025 8:22 pm
ભારતની જવાબી કાર્યવાહીનાં ડરને કારણે પાકિસ્તાની છાવણીમાં હજારો જવાનો નોકરી છોડી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જનરલ ઉંમર અહમદે સેના મુખ્યાયલને જાણકારી મોકલી છે. 40 લાખ પૂર્વ સૈનિકોને પાક, સેનાએ કહેણ મોકલ્યું હતું. રિટાયર્ડ સૈનિકોને ફરીથી પાક. સેનામાં જોડવા કવાયહ હાથ ધરી છે. તેમજ ફરીથી પાક. સેનામાં જોડાવા માટે કહેણ મોકલ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમને મળવા પહોંચ્યા
April 29, 2025 8:19 pm
વડાપ્રધાન મોદીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળવા પહોંચત્યા હતા. અતિ મહત્વની બેઠક બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ વચ્ચે અગત્યની બેઠક મળી હતી.
કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં
April 29, 2025 8:16 pm
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો સમાવેશ થાય છે.
PM મોદીએ સેનાને આપી છૂટ
April 29, 2025 8:16 pm
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે આતંકવાદને યોગ્ય ફટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને અમારા પ્રતિભાવની રીત, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.