Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી

હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી
pahalgam terror attack   આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે   ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી
Advertisement
  • નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી: હર્ષભાઈ સંઘવી
  • ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
  • વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) એ નિવેદન આપ્યું છે. જેમાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલ પર્યટકોને ત્યાંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટુંકાવીને વતન પરત ફર્યા છે.

Advertisement

આપણે આતંકીઓને જડબાતોડ જવાબ આપીશું : હર્ષભાઈ સંઘવી

આપણે આતંકીઓને જડબાતોડ જવાબ આપીશું. એક એકને શોધીને જવાબ આપવામાં આવશે. કાયરોને શોધીને સજા કરાશે જેમા જીવ ગુમાવનારને ન્યાય મળશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ કહ્યું, આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીના મૃત્યુ થયા છે. ધર્મના આધારે આતંકીએ કરેલો હુમલો કાયરતાનું પ્રદર્શન છે. કાશ્મીરથી ગુજરાતીઓને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક એકને વીણીને જવાબ આપવામાં આવશે. જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

અમદાવાદ એરપોર્ટ પર હર્ષભાઇ સંઘવી હાજર રહેશે

ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને કોઇ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના મૃતદેહોને ગુજરાત લવાશે. મૃતદેહ પહેલા મુંબઇ અને ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: LIVE: Pahalgam Terror Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના ગુમ પિતા-પુત્ર તથા સુરતના યુવાનનો ભોગ લેવાયો