ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Pahalgam Attack : PM મોદી ભારત પહોંચ્યા, NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કરી વાત

દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી.
08:25 AM Apr 23, 2025 IST | Vipul Sen
દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી.
featuredImage featuredImage
Pahalgam Attack_Gujarat_First 2
  1. પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પીએમ મોદી દિલ્હી પહોંચ્યા
  2. સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવી દિલ્હી પહોંચ્યા પીએમ મોદી
  3. દિલ્હીમાં NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ.જયશંકર, વિદેશ સચિવે સાથે કરી બેઠક

Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં ગઈકાલે પર્યટકો પર આતંકી હુમલો થયો હતો, જેમાં 25 થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે 12 થી વધુ લોકો ઘવાયા છે. આ હુમલા સમયે પીએમ મોદી (PM Narendra Modi) તેમના સાઉદી અરબનાં પ્રવાસે હતા. જો કે, તેમણે તાત્કાલિક ત્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah in Srinagar) સાથે ટેલિફોનિક વાત કરી હતી અને ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા હતા અને હાઇલેવલ બેઠક યોજી હતી. જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બુધવારે સવારે તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ (NSA Ajit Doval), વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) અને વિદેશ સચિવે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી. હવે થોડા સમયમાં, પ્રધાનમંત્રી મોદી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકની અધ્યક્ષતા કરશે.

સાઉદી અરેબિયાએ ક્રાઉન પ્રિન્સે પણ હુમલાની નિંદા કરી

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. પીએમ મોદી અને સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince Mohammed bin Salman) વચ્ચે J&K નાં પહેલગામમાં થયેલા હુમલા અંગે પણ ચર્ચા થઈ હતી. મોહમ્મદ બિન સલમાને આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

આ પણ વાંચો - Pahalgam attack: 'ગોળીબાર થયા જે પાછળ રહી ગયા તેઓ માર્યા ગયા...', આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્ય વર્ણવ્યું

સત્તાવાર રાત્રિ ભોજનમાં હાજરી ન આપી PM મોદી પરત ફર્યા

મંગળવારે બે દિવસની મુલાકાતે જેદ્દાહ પહોંચેલા પીએમ મોદીએ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ક્રાઉન પ્રિન્સ સાથેની તેમની નિર્ધારિત મુલાકાત લગભગ બે કલાક મોડી કરી. આતંકવાદીઓએ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી, જેમાંથી મોટાભાગનાં પ્રવાસીઓ હતા. આ હુમલો 2019 માં પુલવામા (Pulwama Attack) હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી પરંતુ સત્તાવાર રાત્રિ ભોજનમાં હાજરી આપી ન હતી અને મંગળવારે રાત્રે તેમની મુલાકાત ટૂંકાવીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો - Pahalgam Attack : એક તરફ આતંકી હુમલો, બીજી તરફ ભૂસ્ખલન, પ્રવાસીઓમાં ભયનો માહોલ

અમિત શાહની શ્રીનગરમાં બેઠક, PM મોદી CCS ની બેઠકમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા. પ્રધાનમંત્રી (PM Narendra Modi) બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ આ હુમલાની નિંદા કરે છે. તેમણે લખ્યું કે, આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળનાં લોકોને ન્યાયનાં કઠેડામાં લાવવામાં આવશે અને તેમને બક્ષવામાં આવશે નહીં. તંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ દ્રઢ છે.

આ પણ વાંચો - Pahalgam Attack : PM મોદીનો સાઉદી અરબ પ્રવાસ, USA ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી બોખલાયું પાકિસ્તાન!

Tags :
Amit Shah in SrinagarCCScrown prince mohammed bin salmanGujaratFirstgujaratfirst newsindianarmyJ&KJammu and KashmirNSA Ajit Dovalpahalgam attackpahalgam terror attackPahalgam Tourists Attackpm narendra modis.jaishankarSaudi Crown PrinceTop Gujarati NewsWeWantRevenge