Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Padma Awards Announced : વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, રામ નાઈક-મિથુનને પદ્મ ભૂષણ મળ્યા...

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards)ની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ...
padma awards announced   વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ  રામ નાઈક મિથુનને પદ્મ ભૂષણ મળ્યા

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards)ની જાહેરાત કરી છે. આ વર્ષે પાંચને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપરાંત, તેમાં પીઢ હિન્દી ફિલ્મ અભિનેત્રી વૈજયંતિમાલા, પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ, ચિરંજીવી અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર) સામેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યક્તિઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવી (મરણોત્તર)નો પણ સમાવેશ થાય છે. અભિનેતા મિથુન ચક્રવર્તી અને તાઈવાનની ફોક્સકોન કંપનીના ચેરમેન યંગ લિયુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

અહીં સંપૂર્ણ સૂચિ તપાસો : padmaawardees2024_Gujarat_First

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કુલ 132 સેલિબ્રિટીની યાદી જાહેર કરી છે.

1954 થી દર પ્રજાસત્તાક દિવસે અપાય છે એવોર્ડ

ઉલ્લેખનીય છે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે. 1954 થી દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ એવોર્ડ કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રની હસ્તીઓને આ એવોર્ડ અપાય છે.

Advertisement

ગયા વર્ષે 106 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી

ગયા વર્ષની શરૂઆતમાં, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો (Padma Awards)ને મંજૂરી આપી હતી, જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. એવોર્ડ મેળવનારાઓમાં 19 મહિલાઓ છે. મરણોત્તર આ સન્માન માટે સાત લોકોની પસંદગી કરવામાં આવી હતી. પદ્મ સન્માન દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે અને તેને ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી.

આ પણ વાંચો : Padma Awards Announcement : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત

Tags :
Advertisement

.