હિન્દુ ધર્મગુરુની ધરપકડને લઈને ભારતની ટિપ્પણી પર Bangladesh નું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
- બાંગ્લાદેશથી હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ
- ધરપકડને લઈને ભારત અને બાંગ્લાદેશ ફરી એકવાર સામસામે
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિવેદનબાજી શરૂ થઇ
હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને ભારત અને બાંગ્લાદેશ (Bangladesh) ફરી એકવાર સામસામે આવી ગયા છે. આ અંગે ભારતે બાંગ્લાદેશ (Bangladesh)માં લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે બાંગ્લાદેશે (Bangladesh) પણ મોટું નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશે (Bangladesh) કહ્યું કે, ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ભારતની પ્રતિક્રિયા ખોટી અને પાયાવિહોણી છે.
બાંગ્લાદેશ (Bangladesh)ના વિદેશ મંત્રાલયે મંગળવારે ભારતની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બાંગ્લાદેશી હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ વિશે ભારતના તથ્યો પાયાવિહોણા અને મિત્રતાની ભાવનાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ (Bangladesh) સરકાર અત્યંત નિરાશ છે અને એ જણાવવા માટે ખૂબ જ દુઃખી છે કે કેટલાક વિભાગો દ્વારા તેમની ધરપકડને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે કે શા માટે ચિન્મય કૃષ્ણ દાસની આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : માત્ર 17 વર્ષની ઉંમરે શરૂ કરેલો બિઝનેસ બન્યો વૈશ્વિક બ્રાન્ડ, આજે 67 હજાર કરોડ રૂપિયાના માલિક
જાણો બાંગ્લાદેશ સરકારે શું આપ્યો જવાબ?
બાંગ્લાદેશ (Bangladesh) સરકારે કહ્યું કે, આવા પાયાવિહોણા નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરતા નથી પરંતુ તે બંને પાડોશી દેશો વચ્ચેની મિત્રતા અને સમજણની ભાવનાની પણ વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, ચિન્મય કૃષ્ણ દાસની સોમવારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ઢાકાથી ચટગાંવ જઈ રહ્યા હતા.
આ પણ વાંચો : Bangladeshમાં સાધુ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISKCONની ભારત સરકારને અપીલ
ચિન્મય દાસની ધરપકડ પર ભારતે ટિપ્પણી કરી...
તમને જણાવી દઈએ કે, ભારતીય વિદેશ મંત્રાલયે ઈસ્કોનના સચિવ ચિન્મય દાસની ધરપકડ અને તેમના જામીન રદ કરવાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, પાડોશી દેશમાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને લૂંટના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. મંદિરો અને મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો, જે દુર્ભાગ્યપૂર્ણ છે. શાંતિપૂર્ણ રીતે લોકોને એકઠા કરનાર ધાર્મિક સંત સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Islamabad માં ઈમરાન ખાનના સમર્થકોનું ઉગ્ર પ્રદર્શન, એક પોલીસકર્મીનું મોત