Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vaishno Devi મંદિર તરફ જતા રસ્તાઓ પર સિગારેટ અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ, આદેશ જારી

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણો દેવી (Vaishno Devi)ના દર્શન કરવા માટે જમ્મુ આવે છે. આવી સ્થિતિમાં સમગ્ર રૂટ પર દારૂ, માંસ અને તમાકુની બનાવટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. આના પર...
vaishno devi મંદિર તરફ જતા રસ્તાઓ પર સિગારેટ અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ  આદેશ જારી

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણો દેવી (Vaishno Devi)ના દર્શન કરવા માટે જમ્મુ આવે છે. આવી સ્થિતિમાં સમગ્ર રૂટ પર દારૂ, માંસ અને તમાકુની બનાવટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. આના પર કડક કાર્યવાહી કરીને સરકારે યાત્રાના રૂટ પર આ નશાના પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

Advertisement

જિલ્લા મેજિસ્ટ્રેટનું નિવેદન સામે આવ્યું...

જિલ્લા મેજિસ્ટ્રેટ વિશેષ મહાજને જણાવ્યું કે, 'માતા વૈષ્ણો દેવી (Vaishno Devi)ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને તે મહાન ભક્તિને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર દારૂ અને માંસ પર પ્રતિબંધ છે તો પણ લોકો સિગારેટ અને તમાકુનું સેવન કરતા જોવા મળ્યા હતા. તેથી, અમે નોમાઈ ચેકપોસ્ટ, કટરાની પંથલ ચેકપોસ્ટ, તારાકોટ રૂટના પ્રારંભિક બિંદુથી માતા વૈષ્ણો દેવી (Vaishno Devi) ભવન સુધી કોઈપણ પ્રકારના તમાકુના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે.

Advertisement

પ્રસાદ તરીકે વૃક્ષો અને છોડ અપાયાના સમાચાર હતા...

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, 'માતાના દરબારમાં આવનાર ભક્તોને પ્રસાદ તરીકે વૃક્ષો અને છોડ આપવામાં આવશે. શ્રી માતા વૈષ્ણો દેવી (Vaishno Devi)જી શ્રાઈન બોર્ડ પ્રશાસને આ માટે ઉત્તરી ભરની હાઈટેક નર્સરી તૈયાર કરી છે. શ્રી માતા વૈષ્ણો દેવી (Vaishno Devi)જી શ્રાઈન બોર્ડ પ્રશાસને ઉત્તર ભારતની હાઈટેક નર્સરી તૈયાર કરી છે, જેમાં ઘણા વૃક્ષો અને છોડ તૈયાર કરવામાં આવ્યા છે. બોર્ડ પ્રશાસન જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગે જોવા મળતા વૃક્ષો અને છોડને ભક્તોને પ્રસાદ તરીકે આપવા જઈ રહ્યું છે.

ત્રિકુટ પર્વતોમાં વૃક્ષો વાવવામાં આવ્યા...

બોર્ડ પ્રશાસને ત્રિકુટ પર્વતોમાં લગભગ 5 લાખ વૃક્ષો વાવવાનો દાવો પણ કર્યો છે. આ સાથે શ્રાઈન બોર્ડ પ્રશાસનનો એવો પણ દાવો છે કે હાઈટેક નર્સરીમાં તૈયાર થઇ રહેલા વૃક્ષો અને છોડને શ્રી માતા વૈષ્ણો દેવી (Vaishno Devi)જીના ત્રિકુટ પર્વતો પર વાવવામાં આવશે, જે હરિયાળીમાં વધારો કરશે. સ્થાનિક લોકો પણ હાઈટેક નર્સરીનો લાભ લઇ રહ્યા છે કારણ કે, તેમને દરેક વૃક્ષ અને રોપા ઓછા ભાવે મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો : West Bengal માં ફરી ઘાતકી હુમલો, BJP ના કાર્યકરની ગોળી મારી કરાઈ હત્યા…

આ પણ વાંચો : Arvind Kejriwal 21 દિવસ બાદ આજે ફરી Tihar જેલમાં જશે, દિલ્હી સરકાર જેલમાંથી જ ચાલશે…

આ પણ વાંચો : ધ્યાનના 45 કલાક પૂર્ણ, ‘મારા શરીરનો દરેક કણ દેશ માટે છે’, ધ્યાન બાદ PM મોદીનો સંદેશ…

Tags :
Advertisement

.