JNU યૌન ઉત્પીડન કેસમાં આરોપીઓ સામે આદેશ જારી, દોષિત કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ...
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના ચીફ પ્રોક્ટરે વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર આદેશ જારી કર્યા છે. 31 માર્ચ, 2024 ના રોજ ચીફ પ્રોક્ટરની ઑફિસમાં વિદ્યાર્થી તરફથી મળેલી ફરિયાદ અને 1 એપ્રિલ, 2024 ના રોજના સુરક્ષા અહેવાલ અનુસાર, સાક્ષીઓ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી જાણવા મળ્યું કે વિદ્યાર્થીને દુર્વ્યવહાર, અપમાનજનક ટિપ્પણી અને ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તે અને તેનો મિત્ર સવારે લગભગ 2 વાગે JNU રિંગ રોડ નજીક વોક કરી રહ્યા હતા ત્યારે આ કથિત ઘટના બની હતી.
આરોપીઓને JNU માં પ્રવેશ નહીં મળે...
ચીફ પ્રોક્ટર સુધીર કુમારે કહ્યું કે અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને પ્રોક્ટર ઓફિસ આરોપોની તપાસ કરી રહી છે. બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોપીઓને આશ્રય આપનાર કોઈપણ વ્યક્તિ સામે યુનિવર્સિટીના નિયમો મુજબ કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો...
આ મામલો JNU ની એક વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીમાં યૌન ઉત્પીડનનો આક્ષેપ કર્યા બાદ સામે આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે કેટલાક વિદ્યાર્થીઓએ કેમ્પસમાં તોડફોડ કરી હતી. અધિકારીએ સોમવારે કહ્યું કે યુનિવર્સિટી પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે, વિદ્યાર્થિની આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે મુખ્ય દ્વાર પર ધરણા પર બેસી ગઈ હતી.
JNU વિદ્યાર્થી સંઘે ABVP પર આક્ષેપ કર્યો છે...
JNU સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU) એ આક્ષેપ કર્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે સંકળાયેલા લોકો આ ઘટના માટે જવાબદાર છે. JNUSU એ કહ્યું, "અમારા ધ્યાને આવ્યું છે કે 30-31 માર્ચની મધ્યરાત્રિએ, લગભગ 2 વાગ્યે, ABVP સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓ JNU સુરક્ષાની હાજરીમાં રિંગ રોડ પર મહિલા વિદ્યાર્થીઓની છેડતી કરતા જોવા મળ્યા હતા. JNUSU સ્ટ્રોંગલી સેક્સ્યુઅલ ઉત્પીડનના આ કૃત્યની નિંદા કરે છે.
આ પણ વાંચો : S. Jaishankar એ કહ્યું- કાશ્મીર મુદ્દે સરદાર પટેલે નહેરુને ચેતવ્યા હતા પરંતુ… Video
આ પણ વાંચો : Election : પત્રિકાઓ અને લાઉડસ્પીકર હવે ભૂતકાળની વાત…ઉમેદવાર અને પક્ષનો પ્રચાર હવે સોશિયલ મીડિયાને હાથ…
આ પણ વાંચો : Fire In Maharashtra : છત્રપતિ સંભાજીનગરમાં આવેલા એક મકાનમાં આગ, 7 લોકોના મોત…