'Tirumala માં તમામ કર્મચારીઓ હિન્દુ હોવા જોઈએ', નવા TTD અધ્યક્ષનું મોટું નિવેદન
- તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના નવા અધ્યક્ષની વરણી
- બીઆર નાયડુ બન્યા દેવસ્થાનમના નવા અધ્યક્ષ
- હું ભાગ્યશાળી છું કે આ જવાબદારી મને મળી - નાયડુ
તિરૂમાલા (Tirumala) તિરૂપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. નાયડુએ કહ્યું છે કે, ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરૂમાલામાં કામ કરતા તમામ કર્મચારીઓ હિન્દુ સમુદાયના હોવા જોઈએ. નાયડુએ એમ કહ્યું છે કે, તેઓ CM ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધપ્રદેશ સરકાર સાથે વાત કરશે કે તિરૂમાલા ખાતે કામ કરતા અન્ય ધર્મના કર્મચારીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે.
દરેક કર્મચારી હિંદુ હોવો જોઈએ - નાયડુ
TTD બોર્ડના અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરૂવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તિરૂમાલામાં કામ કરનાર દરેક વ્યક્તિ હિન્દુ હોવા જોઈએ. આ મારી પ્રથમ વખત બનવા જઈ રહી છે. આમાં ઘણા મુદ્દાઓ છે. આપણે આની તપાસ કરવી પડશે. બીઆર નાયડુએ વધુમાં જણાવ્યું કે, તેઓ અન્ય ધર્મના કર્મચારીઓને લઈને સરકાર સાથે વાત કરશે કે, શું તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવા જોઈએ કે પછી વીઆરએસ આપવામાં આવે.
આ પણ વાંચો : 'અમારી સરકાર એક ઇંચ જમીનમાં પણ બાંધછોડ કરતી નથી', દિવાળી પર કચ્છમાં PM મોદીની હૂંકાર
હું ભાગ્યશાળી છું કે આ જવાબદારી મને મળી - નાયડુ
બીઆર નાયડુએ પોતાને ભગવાન વેંકટેશ્વરના ભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, તેમનું સદભાગ્ય છે કે તેમને તિરૂમાલા (Tirumala) તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીઆર નાયડુએ આંધપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુને આ મોટી જવાબદારી આપવા બદલ આભાર માન્યો છે.
આ પણ વાંચો : BPL ના સ્થાપક TPG નામ્બિયારનું નિધન, PM મોદી સહિત આ હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું
તિરુમાલામાં ઘણી અનિયમિતતાઓ હતી - નાયડુ
તિરુમાલા (Tirumala) તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ પણ અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રહારો કર્યા છે. નાયડુએ કહ્યું કે તિરુમાલામાં YSR કોંગ્રેસ સરકાર દરમિયાન ઘણી ગેરરીતિઓ થઈ હતી. નાયડુએ વધુમાં કહ્યું કે, તિરુમાલા તિરુપતિ મંદિરની પવિત્રતા જાળવવી જોઈએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તિરુમાલા તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળના સમાચાર આવ્યા હતા. આ બાબત રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની બની હતી. CM ચંદ્રબાબુ નાયડુએ આ તમામ માટે તત્કાલીન જગન મોહન રેડ્ડીની સરકાર પર આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : Manali માં અન્ય એક વિદેશી પેરાગ્લાઈડરનું મૃત્યુ, 48 કલાકમાં આ બીજી ઘટના