Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ONLINE Fraud : પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા રજીસ્ટ્રાર કમ નાજર સાથે ઓનલાઇન છેતરપિંડી

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં દિન - પ્રતિદિન ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે ખાનગી તેમજ સરકારી બેંકો સહિત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન છેતરપિંડી અંગે સોશિયલ મીડિયામાં તેમજ અનેક માધ્યમો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવે...
10:23 PM Aug 22, 2023 IST | Dhruv Parmar

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં દિન - પ્રતિદિન ઉત્તરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે ખાનગી તેમજ સરકારી બેંકો સહિત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન છેતરપિંડી અંગે સોશિયલ મીડિયામાં તેમજ અનેક માધ્યમો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવે છે.

ઓનલાઇન છેતરપિંડી આચરતા ગઠિયાઓ યેનકેન પ્રકારે નિર્દોષ અને ભોળી પ્રજાને પોતાના શિકાર બનાવી લેતા હોય છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી મુકામે આવેલી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા રજીસ્ટાર કમ નાજર ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ઓનલાઇન છેતરપિંડી આચરનાર ગઠીયાએ AXIS બેન્કના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી એનીડેસ્ક' નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પર્સનલ બેન્કોની માહીતી મેળવી SBI BANK અને AXIS BANK નાં ખાતાંમાંથી ટુકડે ટુકડે 1.29 લાખ ઉસેળી લીધાં છે જે અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના મહાવીર નગર વિસ્તારમાં બેરણા રોડ ઉપર આવેલ રાજદીપ સોસાયટીમાં રહેતા અને વડાલી પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં રજીસ્ટ્રાર કમ નાજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ જુજારસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગતરોજ 14 ઓગસ્ટ 2023 ના રોજ મોજે વડાલી પ્રિન્સિપલ સીવીલ કોર્ટમાં પોતાની ફરજ દરમિયાન હાજર હતા.

જીતેન્દ્રસિંહ રાઠોડે પોતાનુ ઇ-મેઇલ આઇ.ડી બદલવા સારૂ ગુગલ પેજમાં સર્ચ કરી AXIS બેંકનો મોબાઇલ નંબર- 09123848031 મેળવી પોતાના મોબાઇલ નંબર-8799310458 થી AXIS બેંકના મોબાઇલ નંબર- 09123848031 ઉપર ફોન કરતાં સામેથી “AXIS બેન્ક લી. હિંમતનગર સે બોલ રહા હું મેં આપકી કયા સહાયતા કર સકતા હું” તેમ કહી AXIS બેંક કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે વાતચીત કરી તેમનો વિશ્વાસ કેળવી તેમની પાસે " એનીડેસ્ક' નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

તે બાદ આરોપીએ ફરીયાદીની પર્સનલ બેન્કોની માહીતી મેળવી પ્રથમ એસબીઆઈ બેંકના ખાતા નંબર-20081895576 માંથી રૂ. 7,009/- તથા રૂ. 87,993/- તથા AXIS બેંકના ખાતા નંબર-2830101000 26,080 માંથી રૂ. 998/- તથા રૂ. 24,997/- તથા 01 રૂપિયો મળી જીતેન્દ્રસિંહ રાઠોડના બન્ને ખાતાઓમાંથી કુલ રૂ .1,29,998/-ની તેમની જાણ બહાર પૈસા ઉપાડી લઇ ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા જીતેન્દ્રસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી આચરનાર ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : યસ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : પંચમહાલ – દરગાહ ખાતે માથું ટેકવી માનતા પૂરી કરવા ગયેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

Tags :
CrimeFraudGujaratHimmatnagaronline fraudSabarkantha
Next Article