Onion Prices:આ રાજ્યમાં ડુંગળીના ભાવમાં ભડકો, જાણો કિંમત
- દેશમાં શાકભાજીના ભાવ સાતમાં આસમાને
- ડુંગળીના ભાવમાં જબરદસ્ત ઉછાળો
- પ્રતિ કિલો 70 થી 80 રૂપિયા પર પહોંચી
Onion Prices:દેશમાં વધતી મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ડુંગળી(Onion Prices)ના ભાવમાં તો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ઘણા શહેરોમાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ અચાનક 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જે શહેરોમાં ભાવ વધારો જોવા મળ્યો છે તેમાં રાજધાની દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈનો સમાવેશ થાય છે.
નવેમ્બર મહિનામાં 5 વર્ષમાં સૌથી વધુ
દિલ્હી અને મુંબઈમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, જે નવેમ્બર મહિનામાં 5 વર્ષમાં સૌથી વધુ છે. દિલ્હી અને મુંબઈના જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 70-80 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા મોટા શહેરોમાં ડુંગળી મોંઘી થઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકો પરેશાન છે. આ શહેરોના જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 40-60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 40 રૂપિયાનો વધારો થયો છે.
@AmitShah Remember this was one the reasons that Sh Atal Vajpayee had to loose his Govt.
While A Lot of things may be going right INFLATION is definitely NOT one of them nd Prices of Onions will add Fuel to fire in #MaharahstraElection2024
So please BAN EXPORTS pic.twitter.com/fcE1jsR4IE— Anjush Bhatia (@bhatia_anjush) November 11, 2024
આ પણ વાંચો -Indore : નિવૃત્ત પ્રોફેસરની રસપ્રદ જાહેરાત, આટલું કરો અને લઇ જાવ 1 કરોડ...
હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 40-60 રૂપિયા કિલો હતો
આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં જ હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 40-60 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હવે ભાવમાં વધારો થતા ગ્રાહકોને ડુંગળી રડાવી રહી છે. દિલ્હીના શાકભાજી માર્કેટમાં ડુંગળીની કિંમત 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. અમે તેને બજારમાંથી ખરીદીએ છીએ, તેથી અમને જે ભાવ મળે છે, તે જ કિંમત અમે અહીં વેચીએ રહ્યા છે. ભાવ વધારાને કારણે ડુંગળીનું વેચાણ પણ ઘટી ગયું છે, પરંતુ લોકો હજુ પણ અમુક હદ સુધી તેની ખરીદી કરી રહ્યા છે, કારણ કે તે અહીંના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એક ગ્રાહકે ડુંગળીના ભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે મેં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી છે, જ્યારે સિઝન પ્રમાણે તેની કિંમત ઓછી હોવી જોઈતી હતી. પરંતુ તેમાં વધારો થયો છે. તેનાથી અમારી ખાવાની આદતો બદલાઈ રહી છે.
આ પણ વાંચો -CJI Sanjeev Khannaના કાકાનો એ ચૂકાદો, જેણે ઇન્દિરા સરકારને નારાજ કરી હતી
ડુંગળીના ભાવમાં વધારો
ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે દિલ્હીમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. અન્ય રાજ્યોમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે. મુંબઈના ઘણા બજારોમાં ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. અહીંના એક ગ્રાહકે કહ્યું કે ડુંગળી અને લસણના ભાવમાં અનેકગણો વધારો થયો છે. લગભગ બમણા સુધીનો વધારો થયો છે. જેના કારણે ઘરના બજેટ પર અસર પડી રહી છે. મેં 360 રૂપિયામાં પાંચ કિલો ડુંગળી ખરીદી છે. અન્ય ગ્રાહકે જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ 40-60 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 70-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પરંતુ સેન્સેક્સના ઉતાર-ચઢાવની જેમ ડુંગળીના ભાવ પણ ઘટશે.