Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક સમયે કોચે કહ્યું હતું ટોપ ટીમમાં નથી તમારું સ્થાન, આજે ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર છે Sunil Chhetri

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન Sunil Chhetri નો આજે 39મો જન્મદિવસ છે. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1984ના રોજ સિકંદરાબાદમાં થયો હતો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલના સૌથી સફળ ખેલાડી રહ્યા છે. તેમણે ઉચ્ચ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. છેત્રીને...
10:00 AM Aug 03, 2023 IST | Hardik Shah

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન Sunil Chhetri નો આજે 39મો જન્મદિવસ છે. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1984ના રોજ સિકંદરાબાદમાં થયો હતો. સુનીલ છેત્રી ભારતીય ફૂટબોલના સૌથી સફળ ખેલાડી રહ્યા છે. તેમણે ઉચ્ચ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. છેત્રીને વર્લ્ડ ફૂટબોલ અર્જુન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમના ચાહકો તેમને 'સ્કોરિંગ સુપરસ્ટાર' તરીકે ઓળખે છે.

સુનિલ છેત્રીએ પોતાના કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો કર્યો છે સામનો

18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં છેત્રીએ ફૂટબોલની રમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે. સુનીલ છેત્રીના પ્રભાવશાળી રેકોર્ડ્સ ફૂટબોલની રમત પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ દર્શાવે છે. સુનીલના પિતા કેબી છેત્રી ભારતીય સેનાની ટીમમાં રમ્યા હતા, જ્યારે તેમની માતા સુશીલા છેત્રી તેમની જોડિયા બહેન સાથે નેપાળની રાષ્ટ્રીય ટીમમાં રમી હતી. છેત્રીએ સોનમ ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યા છે. સોનમ તેમના કોચની પુત્રી છે. તે માત્ર 15 વર્ષની હતી ત્યારથી જ તે છેત્રીને પસંદ કરતી હતી.

તે સમયે છેત્રી 18 વર્ષના હતા અને ફૂટબોલમાં તેમની મંઝિલ શોધી રહ્યા હતા. સુનિલ છેત્રીએ પોતાના કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે. એક સમય એવો હતો જ્યારે કોચે તેમને એમ પણ કહ્યું હતું કે, તું ટીમમાં રહેવા માટે યોગ્ય નથી, પરંતુ તેમણે હાર ન માની અને પોતાની રમત ચાલુ રાખી. ચાલો આજે છેત્રીના જન્મદિવસના અવસર પર તેમની અને તેમના રેકોર્ડ સાથે જોડાયેલી તે રસપ્રદ વાર્તા વિશે જાણીએ.

તાજેતરમાં SAFF ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું

ભારતીય ફૂટબોલને નવા સ્તરે લઈ જવામાં સુનીલ છેત્રીનું મહત્વનું યોગદાન છે. હાલમાં જ તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે SAFF ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. બેંગલુરુમાં SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં હરાવ્યું. ભારતે 9મી વખત SAFF ચેમ્પિયનશિપનું ટાઇટલ કબજે કર્યું. જણાવી દઇએ કે, સુનીલ છેત્રીને અત્યાર સુધી ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પદ્મશ્રી (2019), અર્જુન એવોર્ડ (2011) અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ (2021)નો સમાવેશ થાય છે.

શરૂઆતી તબક્કામાં કોચે કહ્યું હતુ, તમે ટીમ માટે યોગ્ય નથી

વર્ષ 2012માં સુનીલ છેત્રી પોર્ટુગલની ક્લબ સ્પોર્ટિંગ લિસ્બન સાથે સંકળાયેલા હતા. આ દરમિયાન તેમની ટીમના મુખ્ય કોચે તેમના પ્રદર્શનને જોતા કહ્યું કે, તમે ટોપ ટીમમાં જગ્યા બનાવવા માટે યોગ્ય નથી. એટલા માટે તમારે B ટીમમાં જવું જોઈએ. કોચની આ વાતથી સુનીલ છેત્રી ચોંકી ગયા હતા અને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હોવા છતાં તે 9 મહિનામાં ભારત પાછા ફર્યા હતા. આ પછી આપણે બધા જાણીએ છીએ કે સુનીલ છેત્રી આજે કયા સ્ટેજ પર છે. સુનીલ છેત્રીનું પ્રારંભિક શિક્ષણ ભારતની વિવિધ શાળાઓમાં થયું હતું. આશુતોષ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની વચ્ચે જ તેની ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી થઈ હતી, જેના કારણે તેનું ગ્રેજ્યુએશન અધૂરું રહી ગયું હતું.

છેત્રી ફૂટબોલર બનવા માંગતો ન હતો

સુનીલ છેત્રી વિશે એક રસપ્રદ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તે ક્યારેય પ્રોફેશનલ ફૂટબોલર બનવા માંગતા ન હોતા. છેત્રીએ પોતે કબૂલ્યું છે કે તે એક કલાપ્રેમી તરીકે ફૂટબોલ રમત હતા જેથી તેમને સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા સારી કોલેજમાં એડમિશન મળી શકે. પરંતુ તેમના પ્રારંભિક કોચે તેમને ફૂટબોલર બનવાની પ્રેરણા આપી હતી.

આજે મેસી-રોનાલ્ડો જ છે આગળ

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ અત્યાર સુધી 142 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેમણે 93 ગોલ કર્યા છે. તે પોર્ટુગલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સી પછી ત્રીજો સક્રિય ગોલ સ્કોરર છે. જોકે, છેત્રી હાલમાં ઓલ ટાઈમ ગોલ સ્કોરરની યાદીમાં ચોથા નંબર પર છે. રોનાલ્ડો 123 ગોલ સાથે નંબર વન અને મેસ્સી 103 ગોલ સાથે બીજા ક્રમે છે. ઈરાનનો અલી 109 ગોલ સાથે ત્રીજા નંબર પર છે.

જાણો છેત્રીએ નિવૃત્તિ વિશે શું કહ્યું ?

અત્યાર સુધી 142 મેચ રમી ચૂકેલા છેત્રીએ કહ્યું કે, સંન્યાસ લેવાની કોઈ સમય મર્યાદા નથી. તે તેના માપદંડો જાણે છે. જ્યારે તે સખત તાલીમ ન લઇ શકતા હોય, અથવા ટીમમાં યોગદાન આપી શકતા ન હોય, અથવા જ્યારે તેમને લાગે છે કે તે ટીમ નથી, ત્યારે તે રમતને અલવિદા કહી દેશે. સુનીલ છેત્રીએ કહ્યું કે અત્યારે તે નથી જાણતો કે તે ક્યારે નિવૃત્ત થશે.

આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે ટીમ ઈન્ડિયાએ ચખાડી ધૂળ, 200 રનના જંગી અંતરથી મેળવી જીત

આ પણ વાંચો - Stuart Broad : યુવરાજ સિંહે જે બોલરની કરી હતી ધોલાઈ, તેણે પોતાની અંતિમ મેચમાં રચ્યો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
39th birthdayIndian footballIndian football teamstar of the Indian football teamSunil ChhetriSunil Chhetri Birthday
Next Article