Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મણિપુરમાં એકવાર ફરી સ્થિતિ બેકાબુ, ઈન્ટરનેટ સેવા શરૂ થવાની સાથે જ હિંસા પણ શરૂ, 13 લોકોના મોત

દેશ જ્યારે ચાર રાજ્યોની ચૂંટણીનું પરિણામની ચર્ચા કરી રહ્યો હતો તે સમયે મણિપુરમાં એક મોટો નિર્ણય લેવાયો હતો. મણિપુર સરકારે રવિવારે સાત મહિના પછી હિંસાગ્રસ્ત રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે, કેટલાક જિલ્લાના સરહદી...
મણિપુરમાં એકવાર ફરી સ્થિતિ બેકાબુ  ઈન્ટરનેટ સેવા શરૂ થવાની સાથે જ હિંસા પણ શરૂ  13 લોકોના મોત

દેશ જ્યારે ચાર રાજ્યોની ચૂંટણીનું પરિણામની ચર્ચા કરી રહ્યો હતો તે સમયે મણિપુરમાં એક મોટો નિર્ણય લેવાયો હતો. મણિપુર સરકારે રવિવારે સાત મહિના પછી હિંસાગ્રસ્ત રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે, કેટલાક જિલ્લાના સરહદી વિસ્તારોમાં આ પ્રતિબંધ હજુ પણ ચાલુ છે. ત્યારે આજે બપોરના સમયે મણિપુરમાં હિંસાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે, જેમા 13 લોકોના મોત થયા છે.

Advertisement

મણિપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ થતા જ હિંસા

જણાવી દઈએ કે ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બે આદિવાસી સમુદાયો મેઇતેઈ અને કુકી વચ્ચે વંશીય સંઘર્ષ શરૂ થયો હતો. જેના કારણે 3 મેથી સમગ્ર મણિપુરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. એવું જાણવા મળે છે કે 23 સપ્ટેમ્બરે મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધ થોડા સમય માટે હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ 26 સપ્ટેમ્બરે તેને ફરીથી લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, રવિવારે હિંસાગ્રસ્ત રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ આજે મણિપુરમાં એકવાર ફરી હિંસાની ઘટનાઓ બની છે. આ હિંસામાં 13 લોકોના મોત થયા છે.

બે જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર

સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરના સુમારે તેંગનોપલ જિલ્લાના સૈબોલ નજીક લેતિથુ ગામમાં મિલિટેન્ટ્સના બે જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. જણાવી દઈએ કે મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં છેલ્લા સાત મહિનાથી ઈન્ટરનેટ પ્રતિબંધ હતો, જેને સરકારે રવિવારે હટાવી દીધો હતો. હિંસાની આ તાજેતરની ઘટના ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવ્યાની સાથે જ પ્રકાશમાં આવી છે. સુરક્ષા દળોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “નજીકની સુરક્ષા દળો આ સ્થળથી લગભગ 10 કિમી દૂર હતા. એકવાર અમારા દળો આગળ વધ્યા અને સ્થળ પર પહોંચ્યા, તેમને લીથુ ગામમાં 13 મૃતદેહો મળ્યા." સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, મૃતદેહોની નજીક કોઈ હથિયારો મળ્યા નથી. આ બાબતથી વાકેફ એક અધિકારીએ કહ્યું, "એવું લાગે છે કે મૃતક લેથુ વિસ્તારમાંથી નહીં પણ અન્ય કોઈ જગ્યાએથી આવ્યા છે." ન તો પોલીસ અને ન તો સુરક્ષા દળોએ મૃત લોકોની ઓળખની પુષ્ટિ કરી. આ ઘટના પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી.

Advertisement

ગૃહ કમિશનરે આદેશ જારી કર્યો

મણિપુરના કમિશનર (ગૃહ) ટી રણજીત સિંહ દ્વારા જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. સાથે જ મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી રાજ્ય સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. નોટિસ અનુસાર, ચુરાચંદપુર, બિષ્ણુપુર, ચુરાચંદપુર કાકચિંગ, કાંગપોકપી, ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઇસ્ટ, થૌબલ, ટેગ્નોપાલ અને કાકચિંગ વચ્ચેની 2 કિમીની ત્રિજ્યામાં મોબાઇલ ટાવર્સની સેવાઓ સિવાય સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ હટાવવામાં આવશે.

કેવી રીતે શરૂ થઇ હિંસા ?

જણાવી દઈએ કે આ જિલ્લાઓના વિસ્તારોમાં મેઇતેઈ અથવા કુકી સમુદાયના લોકોનું વર્ચસ્વ છે. છેલ્લા સાત મહિનામાં હિંસા, ફાયરિંગ, આગચંપી અને અપહરણની સૌથી વધુ ઘટનાઓ અહીં બની છે. મણિપુરમાં હિંસામાં અત્યાર સુધીમાં 182 લોકોના મોત થયા છે જ્યારે 50,000થી વધુ લોકો અહીંથી વિસ્થાપિત થયા છે. તાજેતરમાં કેન્દ્ર અને મણિપુર સરકારોએ નવી દિલ્હીમાં રાજ્યના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફોર્સ (UNLF) સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યાના ચાર દિવસ પછી સસ્પેન્શન હટાવવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Modi Govt. : મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથ UNLF એ કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી

આ પણ વાંચો - Karnataka News : ‘મરવું હોય તો બસ નીચે જાવ, મારી દોઢ કરોડની કાર…’, બાઇક સવાર પર પૂર્વ PM ની પુત્રવધૂએ ઠાલવ્યો ગુસ્સો

આ પણ વાંચો - Gujarat First Impact : વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આખરે જાગ્યું તંત્ર, તપાસના આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.