Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત
Porbandar: ગુજરાતમાં પાંચ વિધાસભા બેઠકો પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર 16096 મત મળ્યા છે, જ્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 13,1854 મત મળ્યા છે. જેથી અર્જુન મોઢવાડિયા 11,5758 મતોની લીડથી જીત્યા છે. આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, નવ રાઉન્ડ બાદ પણ અર્જુન મોઢવાડિયા લીડમાં ચાલી રહ્યાં છે.
અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ રહીં
મતગણતરીમાં આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ રહીં છે. અહીં કોંગ્રેસનો પ્રચાર અસરકારક રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. તમને જણાવી દઇએ કે, આ તમામ બેઠકો પર નેતાઓ આપેલા રાજીનામા બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું
માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. આ સાથે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. તો વિજાપુરની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અર્જુન મોઢવાડિયા સામે કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરા જંગના મેદાને હતા
વાગોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે જંગ જામેલો છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી હતી, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. નોંધનીય છે કે, વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું છે.