Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં PM મોદીનો ડંકો, ફરી એકવાર બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, જાણો બાઈડેન અને મેલોનીનું રેટિંગ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વ સ્તરે સતત વધી રહી છે. ત્યારે હવે તેઓ ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. તાજેતરમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પીએમ મોદી પ્રથમ ક્રમાંકે છે. 76...
વિશ્વમાં pm મોદીનો ડંકો  ફરી એકવાર બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા  જાણો બાઈડેન અને મેલોનીનું રેટિંગ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વ સ્તરે સતત વધી રહી છે. ત્યારે હવે તેઓ ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. તાજેતરમાં દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પીએમ મોદી પ્રથમ ક્રમાંકે છે. 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. જ્યારે બીજા ક્રમાંક પર મેક્સિકન રાષ્ટ્રપતિ ઓબ્રાડોર છે, જેમને 66 ટકા રેટિંગ મળ્યું છે.

Advertisement

મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદીમાં પીએમ મોદી અને મેક્સિકન રાષ્ટ્રપતિ ઓબ્રાડોર વચ્ચે 10 અંકોની તફાવત છે. સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટનું રેટિંગ 58 ટકા રહ્યું અને તેઓ ત્રીજા ક્રમાંકે છે. જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રેટિંગ 49 ટકા રહ્યું હતું અને તેઓ યાદીમાં ચોથા ક્રમાંક છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની વાત કરીએ તો તેઓ યાદીમાં આઠમાં સ્થાને છે. તેમનું અપ્રૂવલ રેટિંગ 37 ટકા રહ્યું. જણાવી દઈએ કે, પોલિટિકલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મે 22 વૈશ્વિક નેતાઓનો સરવે કર્યો હતો. આ સર્વેક્ષણનો ડેટા 29 નવેમ્બર અને 5 ડિસેમ્બર, 2023 વચ્ચે લેવામાં આવ્યો હતો.

Advertisement

આ યાદીમાં પાંચમાં નંબરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું નામ છે. તેમનું રેટિંગ 47 ટકા છે. જ્યારે છઠ્ઠા ક્રમાંકે 41 અંકો સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની છે. અસ્વિકૃતિ દરની વાત કરીએ તો, પીએમ મોદીનું રેટિંગ માત્ર 18 ટકા રહ્યું છે. જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની રેટિંગ 58 ટકા સાથે ટોચના 10 નેતાઓમાં સૌથી વધુ હતું. ટ્રૂડોની આ રેટિંગનું કારણ ભારત સાથે રાજદ્વારી વિવાદ માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ પીએમ મોદી સરવેમાં ટોચ પર રહ્યા હતા. એપ્રિલમાં કરવામાં આવેલા સરવેમાં પીએમ મોદીને 76 ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં પણ તેઓ સૌથી લોકપ્રિય નેતા રહ્યા હતા, ત્યારે તેમનું રેટિંગ 78 ટકા રહ્યું હતું.

Advertisement

આ પણ વાંચો- UK માં સ્થાયી થવું હવે મુશ્કેલ, ઋષિ સુનક લાવ્યા આ જટિલ નિયમો

Tags :
Advertisement

.