ભાઈને RTO માં નોકરી આપવાના બહાને યુવતી પર આચર્યું દુષ્કર્મ, લખો રૂપિયા પણ પડાવ્યા
અહેવાલ : પ્રદિપ કચીયા
કિરણ પટેલ બાદ વધુ એક ઠગનું કારસ્તાન સામે આવ્યું છે. જેણે નકલી RTO અધિકારી કહીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે અને 3 લાખ રૂપિયા પણ પડાવ્યા છે. જે બાબતે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહત્વનું છે કે, અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે કંપનીમાં કામ કરવાની ઇચ્છા બતાવીને આરોપીએ યુવતી સાથે સંપર્ક સાધ્યો હતો. બાદમાં પોતે RTO નો સાહેબ અને RTO માં તેના પિતા આઇજી હોવાની ઓળખ આપી હતી. આરોપી યુવતીના ભાઇને RTO માં નોકરી અપાવવાની લાલચ આપીને હોટલોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
છેલ્લા ત્રણ મહિનાથી બહેનપણી સાથે રહેતી એક યુવતીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ સાથે અણબનાવ થતાં તે માતા-પિતા પાસે રહેવા જતી રહી હતી. આ યુવતી જ્યારે બાવળા ખાતે નોકરી કરતી હતી ત્યારે ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કંપની તરફથી કરવામાં આવી હતી.
ત્યારે તેણે અજાણ્યા વ્યક્તિને રિઝ્યુમ ઇ-મેઇલ કર્યો હતો. તેણે તે કંપની સાથે ધંધો કરવામાં રસ બતાવી પોતે RTO માં સાહેબ હોવાની ઓળખ આપી તેના પિતા RTO માં આઇજી હોવાની ઓળખાણ આપી હતી. આ શખ્સે યુવતીના ભાઇને RTO માં પ્યુનની નોકરી આપવાની લાલચ આપી પાંચ લાખ માંગ્યા હતા. બાદમાં યુવતીને પાંચ લાખ નહિં પણ અઢી લાખ તેને આપવા પડશે તેમ કહી પરિચય કેળવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : દાહોદમાં શિક્ષણાધિકારી ACBના સકંજામ, 1 લાખની લાંચ લેતા ઝડપાયો