Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Janmashtami : જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું

અહેવાલ--કૃષ્ણા રાઠોડ, ડાકોર આવતીકાલે જગતગુરુ ભગવાનશ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના મંદિરો શણગારવામાં આવ્યા છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પણ જન્મષ્ટમીની પૂર્વ સંધ્યાએ ઝળહળી ઉઠ્યું છે. ડાકોરમાં ભક્તોમાં...
janmashtami   જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું
અહેવાલ--કૃષ્ણા રાઠોડ, ડાકોર
આવતીકાલે જગતગુરુ ભગવાનશ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના મંદિરો શણગારવામાં આવ્યા છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પણ જન્મષ્ટમીની પૂર્વ સંધ્યાએ ઝળહળી ઉઠ્યું છે. ડાકોરમાં ભક્તોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર ઝળહળી ઉઠ્યું છે. ડાકોર મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે.  દીવડાઘરના હજારો દિવડાથી મંદિર ઝળહળી ઉઠ્યું છે અને તેના કારણે  ડાકોર મંદિરના નયનરમ્ય આકાશી દ્રશ્યો સર્જાયા છે. રોશનીના શણગાર અને દિવડાની ઝગમગાટના કારણે મંદિર શોભી રહ્યું છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થશે ત્યારે જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગૂંજી ઉઠશે.
ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે પણ ભગવાનના દર્શન કરવા માટે ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આવતીકાલે જન્માષ્ટમીના દિવસે પણ ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. ભક્તો સહેલાઇથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે તો પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
લાખો ભક્તો બાળ ગોપાલ લાલજીના દર્શન કરી ધન્યતા અનુભવશે
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મધરાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ક્યારે મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. અને જય રણછોડ માખણ ચોરના નાદ થી સાથે ગુંજી ઉઠશે અને લાખો ભક્તો બાળ ગોપાલ લાલજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. ડાકોરમાં આવતીકાલે જન્માષ્ટમી પાવન પર્વની ભારે શ્રદ્ધા અને આસ્થા ભેર ઉજવણી કરવામાં આવશે. ડાકોર જન્માષ્ટમી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ બરોડા આણંદ ખેડા સહિતના દૂર દૂર ના ભક્તો આવી રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવશે
Advertisement
Tags :
Advertisement

.