Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Balasore Train Accident માં તપાસનો ધમધમાટ, આજે ફરી ઘટના સ્થળે તપાસ કરશે CBI ટીમ

બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI એ સંભાળી છે આજે ફરીવાર CBI ની ટીમ ઘટનાસ્થળની તપાસ કરશે અને ઈન્ટર લોકિંગ સિસ્ટમ તથા સિગ્નલિંગ સિસ્ટમની તપાસ કરશે. આગાઉ પણ ગઈકાલે CBI ની ટીમ ઘટનાસ્થળે અને રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. CBI ની...
balasore train accident માં તપાસનો ધમધમાટ  આજે ફરી ઘટના સ્થળે તપાસ કરશે cbi ટીમ

બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI એ સંભાળી છે આજે ફરીવાર CBI ની ટીમ ઘટનાસ્થળની તપાસ કરશે અને ઈન્ટર લોકિંગ સિસ્ટમ તથા સિગ્નલિંગ સિસ્ટમની તપાસ કરશે. આગાઉ પણ ગઈકાલે CBI ની ટીમ ઘટનાસ્થળે અને રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. CBI ની ટીમે રેલવેની તપાસનો પ્રાથમિક રિપોર્ટ પણ વાંચ્યો અને તે દરેક રેલ કર્મચારીઓ અને અધિકારીઓનું નિવેદન વાંચ્યું જેઓ દુર્ઘટના વખતે ડ્યૂટી પર હતી.

Advertisement

ઝીણવટ ભરી તપાસ થશે

Advertisement

મળતી માહિતી મુજબ CBI આ દુર્ઘટના સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન ફરીથી લેશે. CBI ષડ્યંત્રના દરેક એંગલ પર તપાસ કરી રહી છે. ગઈકાલે પૂછપરછ કર્યા પછી CBI ની ટીમે સ્ટેશન પર હાજર રજિસ્ટર અને અન્ય દસ્તાવેજો તેમની સાથે લઈ ગયા. સ્ટેશન મેનેજરની CBI અધિકારીઓએ તેમની કેબિનમાં અનૌપચારિક પૂછપરછ કરી હતી. CBI ડેટા લોગરના રેકોર્ડનો પણ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહી છે, આ એક મહત્વપૂર્ણ પાસું છે જેના પરથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય છે.

Advertisement

2જી જુનથી શરૂ થઈ તપાસ

રેલ અધિકારીઓને શરૂઆતની તપાસમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાંના સંકેત મળ્યા અને દુર્ઘટના પાછળ તોફફોડની આશંકા વ્યક્ત કર્યાં બાદ CBI ને કેસ તપાસ સોંપી હતી. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ દ્વારા ટ્રેનની ઉપસ્થિતિનો ખ્યાલ આવે છે. રેલ મંત્રાલયના અનુરોધ પર CBI એ 2 જુને આ સંબંધમાં કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

278ના મોત , 1100થી વધારે ઈજાગ્રસ્ત

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગે ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો. દેશના સૌથી ભયાનક રેલ અકસ્માતોમાં 278 લોકોના મોત થયા હતા અને 1100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક્સપર્ટ્સે અનુસાર બંને પેસેન્જર ટ્રેનની સ્પીડ વધુ હતી, જેના કારણે આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કાવતરું ? CBIની તપાસ શરુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.