Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Coromandel Train Accident : કેવી રીતે સર્જાઈ 3 ટ્રેનો વચ્ચે દુર્ઘટના, શું છે કારણ? જાણો

Odisha Coromandel Train Accident : ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 200થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ...
coromandel train accident   કેવી રીતે સર્જાઈ 3 ટ્રેનો વચ્ચે દુર્ઘટના  શું છે કારણ  જાણો

Odisha Coromandel Train Accident : ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 200થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. શનિવારે સવારે 7 વાગ્યા સુધી રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 233 હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Advertisement

આ ઘટના બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ દર્દનાક ઘટના કેવી રીતે બની? કારણ કે શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે ટકરાઈ હતી. પરંતુ તપાસ બાદ રેલવેએ જણાવ્યું કે સામસામે આવવાને બદલે ત્રણ ટ્રેનો એકસાથે ટકરાઈ હતી. જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

કેવી રીતે થયો અકસ્માત?

Advertisement

દિલ્હી રેલવે હેડક્વાર્ટર અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ઓડિશાના બહનાગા બજાર સ્ટેશન પર પહોંચી ત્યારે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. સુપરપાસ્ટ કોરોમંડલ એક્સપ્રેસ તેજ ગતિએ દોડી રહી હતી. જોકે જસવંતપુર-હાવડા એક્સપ્રેસની સ્પીડ વધારે નહોતી. બંને ટ્રેનો એકબીજાની બાજુમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુમાંથી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસની બાજુમાં ટ્રેક પર બીજી એક માલગાડી હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ પણ તે માલગાડીને ટક્કર મારી હતી.

ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી તે રહસ્ય

Advertisement

આ પછી એવું બન્યું કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું. રેલવેએ જણાવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર એક્સપ્રેસ બંને ટ્રેનો જે ઝડપે સામસામે દોડી રહી હતી. એક ટ્રેન ક્યારેય બીજી ટ્રેનની ઉપર ચઢતી નથી. આ પછી રેલ્વે એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસ બાદ તેમને સમજાયું કે કોઈ ટ્રેન સામસામે ટકરાઈ નથી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી. અકસ્માત બાદ રેલવે તપાસ સમિતિના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમના તપાસ રિપોર્ટ બાદ કદાચ આ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.

આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

બાલાસોર જિલ્લામાં બનેવી આ ટ્રેન દુર્ઘટનામાં સ્થાનિક લોકો અને બચાવ ટીમે બોગીઓમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રેલ્વે, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસનના 600 જવાનો આખી રાત અંધારામાં બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા. આ અકસ્માત બાલાસોરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો. બહાનાગા, બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ભરેલી છે.

આ પણ વાંચો : ODISHA TRAIN ACCIDENT : મૃત્યુઆંક વધીને 233, 900 થી વધુ ઘાયલ, એક દિવસનો રાજ્ય શોક

Tags :
Advertisement

.