Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના તમામ ધર્મો અંગે NSA અજીત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું ‘કોઈને પણ ખતરો નથી’

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અજીત ડોભાલે કહ્યું કે, આજના ભારતની ઈમારત સમાન તકોના સિદ્ધાંતો પર બનેલી છે. તેમણે કહ્યું કે, ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ...
09:26 PM Jul 11, 2023 IST | Hiren Dave

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અજીત ડોભાલે કહ્યું કે, આજના ભારતની ઈમારત સમાન તકોના સિદ્ધાંતો પર બનેલી છે. તેમણે કહ્યું કે, ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મોનું મિશ્રણ છે. તેમણે કહ્યું કે, ભારતમાં કોઈ ધર્મને ખતરો નથી. અજીત ડોભાલે ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

ભારતના મુસ્લિમોને હિન્દુસ્તાની હોવા પર ગર્વ : મુસ્લિમ વર્લ્ડ લીગ
ભારતમાં પહેલીવાર પાંચ દિવસની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ ડોક્ટર અલ-ઈસાએ દિલ્હીમાં ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં યોજાયેલા એક સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતના મુસ્લિમોને હિન્દુસ્તાની હોવા પર ગર્વ છે.

ભારત વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને ભાષાઓનું મિશ્રણ : ડોભાલ
આ પ્રસંગે અજીત ડોભાલે સંબોધન દરમિયાન ધર્મ અને આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર નિખાલસતાથી વાત કરી હતી. ડોભાલે જણાવ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર અને લોકતંત્રોની જનની અને વિવિધતાની ભૂમિ છે. ભારત વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને ભાષાઓનું મિશ્રણ છે. તેમણે કહ્યું કે, સર્વસમાવેશક લોકશાહી તરીકે ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાન દરજ્જો આપવામાં સંપૂર્ણ સફળ રહ્યું છે.

ભારતીય મુસ્લિમ વસ્તી IOCના 33 દેશોની કુલ વસ્તી જેટલી : ડોભાલ
ડોભાલે વધુમાં જણાવ્યું કે, ભારતીય મુસ્લિમ વસ્તી ઈસ્લામિક સહયો સંગઠન (OIC)ના 33 સભ્ય દેશોની કુલ વસ્તીની લગભગ બરાબર છે. તેમણે કહ્યું કે, પવિત્ર કુરાન વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા અને સમજણના મહત્વ પર ભાર મૂકે છે. કુરાનનો સંદેશ પરસ્પર પરિચય અને ઓળખાણને સરળ બનાવે છે.

આ પણ  વાંચો -સ્વીડન NATO માં જોડાશે ! તુર્કી સમર્થન આપવા તૈયાર, US રાષ્ટ્રપતિ બાઈડેને ખુશી વ્યક્ત કરી

Tags :
Ajit-DovalIICCnsa
Next Article