હવે Canada ના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાનીઓનો પગપેસારો...
- Canada માં ભારતીય લોકોની સ્થિતિ ખરાબ
- ખાલિસ્તાનીઓએ Brampton માં હિન્દુ સભા મંદિર પર હુમલો
- લોકોને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો
કેનેડા (Canada)માં ભારતીય લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે ખાલિસ્તાનીઓએ Brampton માં હિન્દુ સભા મંદિર પર હુમલો કર્યો હતો અને ઘણા લોકોને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ પછી, પોલીસ ખાલિસ્તાનીઓને બદલે ભારતીય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોવાના ઘણા વીડિયો જોવા મળ્યા હતા. આ દરમિયાન વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કેનેડા (Canada)ના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી છે. Brampton માં હિંદુ મંદિર પાસે ખાલિસ્તાન તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી સસ્પેન્ડ...
કેનેડિયન પોલીસ મીડિયા અફેર્સ ઓફિસર રિચાર્ડ ચિને એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે પોલીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી વાકેફ છે જેમાં કેનેડિયન પોલીસ અધિકારી પ્રદર્શનમાં ભાગ લેતા જોવા મળે છે. રિચર્ડ ચિને કહ્યું છે કે, પોલીસ અધિકારી તે સમયે ડ્યુટી પર ન હતા. રિચર્ડ ચિને માહિતી આપી છે કે સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Officers will be deployed to ensure peace & lawfulness at planned demonstrations. Violence & other criminal acts has no place in our community. pic.twitter.com/ebrLHCszQZ
— Peel Regional Police (@PeelPolice) November 4, 2024
આ પણ વાંચો : US માં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો ભારતીય સમય પ્રમાણે ક્યારે થશે મતદાન?
પોલીસ વિભાગે શું કહ્યું?
મીડિયા અફેર્સ ઓફિસર રિચર્ડ ચિને કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જે પણ જોવા મળે છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સમયે વધુ માહિતી આપી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. ચિને વધુમાં કહ્યું કે, હિંસા અને અન્ય ગુનાહિત કૃત્યોને આપણા સમુદાયમાં કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો : Thailand જતા ભારતીયો માટે ખુશીના સમાચાર, ‘Free Visa Entry Policy’ અનિશ્ચિતકાલ માટે લંબાવાઈ
PM મોદીએ કેનેડા પર નિશાન સાધ્યું...
કેનેડા (Canada)માં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલા હુમલા વચ્ચે ભારતના PM નરેન્દ્ર મોદીએ પણ કડક નિવેદન જાહેર કર્યું છે. PM મોદીએ લખ્યું કે અમે કેનેડા (Canada) સરકાર ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ.''
આ પણ વાંચો : કેનેડામાં મંદિર પર થયેલા હુમલા મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા, કહ્યું - હિંસાના આવા કૃત્યો...