Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થલપતી વિજય જ નહિ દક્ષિણ ભારતના આ અભિનેતાઓ પણ શુરુ કરી ચુક્યા છે પોતાની રાજનૈતિક પાર્ટી

રાજનીતિ અને સિનેમા જગતનો સંબંધ કઈ નવો નથી. ઘણા ફિલ્મી સિતારાઓ લોકોમાં તેમની લોકપ્રિયતાના કારણે રાજનીતિમાં એન્ટ્રી લેતા હોય છે. કેટલાક તેમાં સફળ બને છે તો કેટલાક અસફળ નીવડે છે. દક્ષિણ ભારતમાં તો સિનેમા જગતના કલાકારો મુખ્યમંત્રી પણ રહી ચુક્યા...
થલપતી વિજય જ નહિ દક્ષિણ ભારતના આ અભિનેતાઓ પણ શુરુ કરી ચુક્યા છે પોતાની રાજનૈતિક પાર્ટી

રાજનીતિ અને સિનેમા જગતનો સંબંધ કઈ નવો નથી. ઘણા ફિલ્મી સિતારાઓ લોકોમાં તેમની લોકપ્રિયતાના કારણે રાજનીતિમાં એન્ટ્રી લેતા હોય છે. કેટલાક તેમાં સફળ બને છે તો કેટલાક અસફળ નીવડે છે. દક્ષિણ ભારતમાં તો સિનેમા જગતના કલાકારો મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. હાલમાં જ સુપરસ્ટાર થાલાપતી વિજયે  તમિઝાગા વેત્રી કઝગમ (TVK) નામની તેમની પાર્ટી શરૂ કરીને તમિલનાડુના રાજકારણમાં તેમના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. સુપરસ્તર વિજયની હાલમાં જ આવેલ ફિલ્મ LEO ઘણી સફળ રહી હતી. હવે લોકો તેમના રાજનીતિમાં પ્રવેશથી લોકો ઘણા ઉત્સાહિત છે.

Advertisement

પરંતુ, વિજય દક્ષિણ સિનેમાનો પહેલો અભિનેતા નથી જેણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હોય અને પાર્ટી શરૂ કરી હોય. તેમના પહેલા, દક્ષિણ ભારત ફિલ્મ ઉદ્યોગના અન્ય ઘણા લોકપ્રિય નામો છે, જેમણે સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. ચાલો આજે નજર કરીએ કે દક્ષિણ ભારત ફિલ્મ ઉદ્યોગના કયા કયા અભિનેતા રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે.

Advertisement

દક્ષિણ ભારતના આ અભિનેતા એ બનાવી છે પોતાની પાર્ટી 

કમલ હાસન - MNM

મક્કલ નીધી મયમ ( MNM ): લોકપ્રિય અભિનેતા કમલ હાસને લગભગ છ વર્ષ પહેલાં 21 ફેબ્રુઆરી, 2018ના રોજ MNM ની સ્થાપના કરી હતી. તેમનો આ પક્ષ તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં રાજકારણમાં સક્રિય છે.

Advertisement

મરુથુર ગોપાલન રામચંદ્રન - AIADMK

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ ( AIADMK ) : આ  રાજકીય પક્ષની સ્થાપના 17 ઓક્ટોબર, 1972ના રોજ મરુથુર ગોપાલન રામચંદ્રન (MGR) દ્વારા કરવામાં આવી હતી. 1988માં, લોકપ્રિય અભિનેત્રી જયલલિતા પક્ષના વડા બન્યા અને 2016 સુધી ચાલુ રહ્યા. MGR તમિલનાડુના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા.

વિજયકાંત - DMDK

દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ ( DMDK ): તેની સ્થાપના 2005માં વિજયકાંત દ્વારા કરવામાં આવી હતી, જેનું તાજેતરમાં ડિસેમ્બર 2023માં અવસાન થયું હતું. તેમના અવસાન પછી, પાર્ટીનું સંપૂર્ણ નેતૃત્વ તેમની પત્ની પ્રેમલતા મહાસચિવ તરીકે કરે છે. વિજયકાંત 2011માં તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા.

આર સરથકુમાર - AISMK

ઓલ ઈન્ડિયા સમથુવા મક્કલ કાચી ( AISMK ): આર સરથકુમારે 2007માં પાર્ટીની સ્થાપના કરી હતી. 2011ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં, AIADMKના સહયોગી ભાગીદાર તરીકેની પાર્ટીએ બે બેઠકો જીતી હતી.

શિવાજી ગણેશન - TMM

થમિઝાગા મુનેત્ર મુન્નાની ( TMM ): આ રાજકીય પક્ષની સ્થાપના પીઢ તમિલ અભિનેતા શિવાજી ગણેશન દ્વારા 1988માં કરવામાં આવી હતી.

નંદામુરી તારાકા રામા રાવ - TDP

તેલુગુ દેશમ પાર્ટી ( TDP ): રાજકીય પક્ષની શરૂઆત નંદામુરી તારાકા રામા રાવ (NTR) દ્વારા કરવામાં આવી હતી. આ પક્ષ આંધ્ર પ્રદેશ રાજ્યમાં સૌથી સફળ રાજકીય સંગઠનોમાંનો એક છે. એનટીઆર 1983, 1984 અને 1994માં ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા.

ચિરંજીવી - PRP

પ્રજા રાજ્યમ પાર્ટી ( PRP ): ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટીની સ્થાપના કરી. જો કે, તે પછીથી 2011માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભળી ગઈ. તે તિરુપતિ (2009 થી 2012)થી આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા. તેઓ 2012 માં રાજ્યસભાની ચૂંટણી જીત્યા અને મનમોહન સિંહ સરકારમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા.

પવન કલ્યાણ - JSP

જનસેના પાર્ટી ( JSP ): નવ વર્ષ પહેલા પવન કલ્યાણે જનસેના પાર્ટી શરૂ કરી હતી, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં સક્રિય છે.

આ પણ વાંચો -- સેલિબ્રિટી ક્રિકેટ લીગ ( CCL ) ને હવે તમે JIO CINEMA ઉપર LIVE નિહાળી શકશો

Tags :
Advertisement

.