ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તર ભારત ગરમીથી ત્રાહીમામ, બચવા શું કરવું અને શું ન કરવું?

Heat Wave : ઉત્તર ભારત (North India) ના રાજ્યોમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. તેટલું જ નહીં ઘણા રાજ્યો એવા પણ છે કે જ્યા ગરમીના કારણે લોકોના મોત થયા હોવાના...
08:11 AM Jun 20, 2024 IST | Hardik Shah
Heat Wave in North India

Heat Wave : ઉત્તર ભારત (North India) ના રાજ્યોમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. તેટલું જ નહીં ઘણા રાજ્યો એવા પણ છે કે જ્યા ગરમીના કારણે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જે બાદ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા નવી એડવાઈઝરી (New Advisory) જારી કરવામાં આવી છે. મંત્રાલયે હોસ્પિટલોને હીટ સ્ટ્રોક (heat stroke) ના દર્દીઓની પ્રાથમિકતાના આધારે સારવાર કરવાનો આદેશ આપ્યો છે.

હવામાન વિભાગે ચેતવણી જારી કરી

દેશમાં ઘણા રાજ્યો છે કે જેને લઇને હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં હીટ વેવ (Heat Wave) ની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 43-45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હરિયાણા-ચંદીગઢ, ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગો અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં પણ 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીથી સતત પીડાઈ રહેલા લોકોને જોતા અને ખાસ કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે તેમની પ્રાથમિકતાના આધારે સારવાર કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ હોસ્પિટલોની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી છે. હોસ્પિટલોને ખાસ હીટવેવ યુનિટ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી હીટસ્ટ્રોકના દર્દીઓને સમયસર સારવાર મળી શકે.

હીટવેવના કારણે મોત

દિલ્હી NCRમાં હીટ વેવ (Heat Wave) ને કારણે 20 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. એકલા નોઈડામાં જ અલગ-અલગ જગ્યાએથી 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી વિભાગે મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું છે. અત્યાર સુધી ગરમીથી પીડિત 45 દર્દીઓને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી, હોસ્પિટલે પણ ગરમીની લહેરને કારણે 9 મૃત્યુની વાત સ્વીકારી છે. છેલ્લા બે દિવસમાં જ 7 મોત થયા છે. વળી, સફદરજંગ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, અહીં ગરમીના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. માત્ર બુધવારે જ 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. લોક નાયક હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 2 લોકોના મોત થયા છે. બીજી ઘણી હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. જો હીટસ્ટ્રોક જોવા મળે, તો પીડિતને તરત જ ઠંડક આપવી જોઈએ. આ માટે પાણી અને બરફ અસરકારક છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેથી તમારા આહારમાં લીંબુ પાણી, દહીં, તરબૂચ અને છાશનો સમાવેશ કરો. જો તાપમાન 40 ડિગ્રીને પાર કરે તો હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

આ પણ વાંચો - Delhi Water Crisis : દિલ્હીની જનતા પાણી વિહોણી, હવે શરૂ થઈ ટેન્કરોની અછત

આ પણ વાંચો - દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ, તમામ કામગીરી ઠપ્પ, મુસાફરોને ભારે મુશ્કેલી

Tags :
Health Ministry New Advisoryheat waveheat wave NewsIssued Hospitals OrderMaximum TemperatureMonsoon IMD RainRain
Next Article