Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Noel Tata: ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા નોએલ

રતન ટાટાના ઉત્તરાધિકારી બન્યા નોએલ ટાટા નોએલ ટાટા બન્યા ટાટા ટ્ર્સ્ટના ચેરમેન મુંબઈમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય Noel Tata:દેશના દિગ્ગજ અને પીઢ ઉદ્યોગપતિ એવા રતન ટાટાનું બુધવારે નિધન થયું છે. ત્યારે તેઓના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ...
noel tata  ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા નોએલ
  • રતન ટાટાના ઉત્તરાધિકારી બન્યા નોએલ ટાટા
  • નોએલ ટાટા બન્યા ટાટા ટ્ર્સ્ટના ચેરમેન
  • મુંબઈમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય

Noel Tata:દેશના દિગ્ગજ અને પીઢ ઉદ્યોગપતિ એવા રતન ટાટાનું બુધવારે નિધન થયું છે. ત્યારે તેઓના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા(Noel Tata)ને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈમાં મળેલી મહત્ત્વની બેઠકમાં આ નિર્ણય સર્વસમતી બાદ લેવામાં આવ્યો છે. નોએલ ટાટા જૂથના બે સૌથી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટ્રસ્ટના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. હવે તેઓએ ટાટા ટ્રસ્ટના ચેરમેન નિયુક્ત કરી દેવામાં આવ્યા છે.

Advertisement

નોએલ 11મા અને 6મા અધ્યક્ષ બન્યા

નોએલ ટાટાએ સસેક્સ યુનિવર્સિટી, યુકે અને INSEAD ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (IEP)માં અભ્યાસ કર્યો છે. નોએલ તેની વ્યૂહાત્મક કુશળતા અને જૂથના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. નોએલ ટાટા સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા અધ્યક્ષ અને સર રતન ટાટા ટ્રસ્ટના 6મા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.


ટાટા ગ્રુપમાં આ જવાબદારીઓ નિભાવે છે

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.

Advertisement

આ પણ  વાંચો -Share Market ખૂલતા જ કડાકો,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઘટાડો

500 મિલિયન ડોલરથી 3 અબજ ડોલરની કંપની બનાવી

ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 2010 અને 2021 વચ્ચે કંપનીની આવક $500 મિલિયનથી વધારીને $3 બિલિયનથી વધુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટ્રેન્ટ લિમિટેડ કંપની પાસે વર્ષ 1998માં માત્ર એક જ રિટેલ સ્ટોર હતો, જે આજે તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારતમાં 700 થી વધુ સ્ટોર્સ સાથે મજબૂત નેટવર્કમાં પરિવર્તિત થઈ ગયું છે.

Advertisement

આ પણ  વાંચો -Ratan Tata ના અંતિમ સંસ્કાર પારસી રિવાજ મુજબ કેમ નહી કરાય..?

એકવાર ટાટા સન્સના ચેરમેન તરીકે ચૂંટાયા હતા

નોએલને પહેલા ટાટા સન્સના ચેરમેન પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં આ પદ તેમના સાળા સાયરસ મિસ્ત્રીને આપવામાં આવ્યું હતું. મિસ્ત્રીના વિવાદાસ્પદ રાજીનામા બાદ એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તાજેતરના અહેવાલોએ નોએલ અને રતન ટાટા વચ્ચે સમાધાનનો સંકેત આપ્યો છે, જેનાથી જૂથના નેતૃત્વમાં ફરી એકતાની લાગણી વધી છે.રતન ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશવાસીઓએ તેમને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી. તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને આજે મુંબઈમાં એક બેઠક દરમિયાન ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Tags :
Advertisement

.