Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટાઈટેનિક બતાવવા માટે લઇ જતી સબમરીનનો ક્યાંય પત્તો નહીં, હવે ફક્ત ગણતરીના કલાકોનો ઓક્સિજન બચ્યો

એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિકને દેખાડવા લઇ જતી સબમરીન 'ટાઈટન' રવિવારથી ગુમ થઈ ગઈ છે. હજુ સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી. જો કે, ઊંડા પાણીની અંદર કેટલાક અવાજો સંભળાઈ રહ્યા છે જેણે આશા જીવંત રાખી છે. જોકે, સબમરીન વિશે...
03:22 PM Jun 22, 2023 IST | Dhruv Parmar

એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિકને દેખાડવા લઇ જતી સબમરીન 'ટાઈટન' રવિવારથી ગુમ થઈ ગઈ છે. હજુ સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી. જો કે, ઊંડા પાણીની અંદર કેટલાક અવાજો સંભળાઈ રહ્યા છે જેણે આશા જીવંત રાખી છે. જોકે, સબમરીન વિશે વહેલી તકે જાણકારી મેળવવી જરૂરી છે કારણ કે તેમાં માત્ર થોડાક જ કલાકોનો ઓક્સિજન બચ્યો છે.

મીડિયા અહેવાલો અનુસાર, યુએસ કોસ્ટ ગાર્ડે અનુમાન લગાવ્યું છે કે, યુએસમાં પૂર્વીય સમય મુજબ સવારે 07:18 વાગ્યે - એટલે કે યુકેમાં બપોરે 12:18 વાગ્યે (ભારતીય સમય મુજબ 4.48 વાગ્યે) - જહાજમાં સવાર લોકો માટે ઓક્સિજન સમાપ્ત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ટાઈટેનિકનો કાટમાળ 12,500 ફૂટની ઉંડાઈ પર છે, જ્યાં તેને જવામાં બે કલાક, ટાઈટેનિક જોવામાં ચાર કલાક અને ત્યાંથી પાછા આવવામાં બે કલાક લાગે છે.

મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ છે

સબમરીનને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં યુએસ નેવીનો CURV21 રોબોટ પણ સામેલ છે. લગભગ 24,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં સબમરીનની શોધ કરવામાં આવી રહી છે. ગુરુવારે વધુ બોટ અને પાણીની અંદરના વાહનો સર્ચ ઓપરેશનમાં જોડાશે. કેમેરાથી સજ્જ રિમોટ-કંટ્રોલ્ડ વાહનો (ROVs) દિવસભર સમુદ્રના તળની ઊંડાઈને સ્કેન કરી રહ્યાં છે.

યુએસ કોસ્ટ ગાર્ડના કેપ્ટન જેમી ફ્રેડરિકે બુધવારે કહ્યું કે ઊંડા સમુદ્રની અંદરથી સંભળાતા અવાજોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો કે તેણે કહ્યું કે અત્યાર સુધી માત્ર નેગેટિવ પરિણામ આવ્યા છે પરંતુ આપણે આશા ન છોડવી જોઈએ.

અભિયાનમાં આવી રહી છે સમસ્યાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રેડરિકના જણાવ્યા અનુસાર, આ સર્ચ ઓપરેશનમાં કેટલીક સમસ્યાઓ છે, જેમ કે જ્યાં સબમરીન ખોવાઈ ગઈ છે, તે કોઈપણ દરિયાકિનારાથી ઘણી દૂર છે. આ સિવાય ઘણા દેશોની એજન્સીઓ સાથે સંકલન કરવું પડશે.

આ પાંચ લોકો સબમરીનમાં સવાર છે

પાંચ લોકો સબમરીનમાં સવાર છે, જેમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ ઉદ્યોગપતિ શહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, બ્રિટિશ અબજોપતિ ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નરગેલેટ અને આ સાહસિક સફરનું સંચાલન કરતી કંપનીનો સમાવેશ થાય છે. ચીફ એક્ઝિક્યુટિવ, સ્ટોકટન રશનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ચીનમાં બોટ ફેસ્ટિવલની ઉજવણી વચ્ચે રેસ્ટોરન્ટમાં ભયંકર બ્લાસ્ટ, 31 લોકોનાં મોત

Tags :
Missing Titanic SubmersibleoxygenTitanic submersibletitanic tourist submarine missingtitanic wreckage depthworld
Next Article