Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

No Purchase Announcement : પડતર માંગ નહીં ઉકેલાતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. પેટ્રોલ ડીઝલની ખરીદી નહિ કરે

રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. જેથી, 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપ માલિક દ્વારા પેટ્રોલ ડીઝલની ખરીદી કરવામાં આવશે નહી. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સે તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ...
no purchase announcement   પડતર માંગ નહીં ઉકેલાતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો  પેટ્રોલ ડીઝલની ખરીદી નહિ કરે

રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. જેથી, 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપ માલિક દ્વારા પેટ્રોલ ડીઝલની ખરીદી કરવામાં આવશે નહી. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સે તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સુખદ ઉકેલ નહીં આવતા છેવતે આકરું વલણ અપનાવ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં જોઈ સંતોષજનક પગલાં કે ઉકેલની દિશામાં આગળ નહીં વધવાના સંજોગોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનું કહેવુ છે કે છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જીનમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત CNG ડીલર માર્જીન પણ 1લી નવેમ્બર,2021થી 31મી માર્ચ,2023 એટલે કે 17 મહિના માટે પ્રાપ્ત થયેલ નથી. તેમ જ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલના ફરજિયાત વેચાણ કરવા સતત દબાણ કરીને ડીલરને પરેશાન કરવામાં આવે છે.

Advertisement

રાજ્યના પેટ્રોલ પંપ માલિકોએ આંદોલનનો માર્ગે પકડ્યો છે. વધતાં ભાવ વચ્ચે કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. દર વર્ષે કમિશન વધારવાનો નિયમ હોવાથી એસોસિએશન પેટ્રોલ, ડીઝલ અને CNG કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે, છેલ્લા 6 વર્ષથી કમિશન વધારવામાં આવ્યું નથી, જે નિયમથી વિરુદ્ધ છે, જો નિયમ પ્રમાણે કમિશન વધારવામાં આવે તો હાલની સ્થિતિએ મળતા કમિશનથી ડબલ કમિશન મળી શકે છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે, છેલ્લા છ વર્ષથી ડીલરના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સીએનજી ડીલરનું માર્જિન 1 નવેમ્બર 2021 થી 31 માર્ચ 2023 એટલે કે 17 મહિના સુધી મળ્યું નથી. આ ઉપરાંત બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરીને ડીલરને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ માંગ ઓઇલ કંપનીને સામે અનેક વખત મૂકવા છતાં નિરાકરણ ન આવતા પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Rajkot News : જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણ કેસ, કોળી સમાજ તીનબત્તી ચોકમાં ભૂખ હડતાલ પર ઉતર્યા

Tags :
Advertisement

.