Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકસભા ચૂંટણી પહેલાં નીતિન પટેલ અને વિજય રૂપાણીને ભાજપે સોંપી આ મોટી જવાબદારી

  2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને...
04:29 PM May 30, 2023 IST | Hiren Dave

 

2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 લોકસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.  કેંદ્રની મોદી સરકારના 9 વર્ષની થનારી ઉજવણીની જવાબદારી સોંપાઈ છે.  ઉત્તરાખંડની 3 લોકસભા બેઠકોની ઉજવણીની જવાબદારી નીતિન પટેલને સોંપાઈ છે.  ઉત્તરપ્રદેશની 2 લોકસભા બેઠકની ઉજવણીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે.  એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન નીતિન પટેલ યુપી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરશે.

જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે
કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે. તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

વિજય રૂપાણીને આ જવાબદારી સોંપાઈ
ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે. બીજી તરફ તેમને AAPના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉના પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે

Tags :
big-responsibilityBJPGujaratLok-Sabha-electionNitin-Patel-and-Vijay-Rupani
Next Article