Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nirmala sitharaman:18 સપ્ટેમ્બરે શરૂ થશે NPS-વાત્સલ્ય યોજના ,નાણામંત્રી કરશે પ્રારંભ

NPS-વાત્સલ્ય યોજના 18 સપ્ટેમ્બરે થશે શરૂ 75 સ્થળોએ એક સાથે આ કાર્યક્રમ એક બાળક માટે માત્ર એક જ ખાતું ખોલવામાં આવશે Nirmala sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala sitharaman)બુધવારે 18 સપ્ટેમ્બર(september 18)ના રોજ રાજધાની દિલ્હીમાં NPS-વાત્સલ્ય(NPS vatsalya yojana)ની...
nirmala sitharaman 18 સપ્ટેમ્બરે શરૂ થશે nps વાત્સલ્ય યોજના  નાણામંત્રી કરશે પ્રારંભ
  • NPS-વાત્સલ્ય યોજના 18 સપ્ટેમ્બરે થશે શરૂ
  • 75 સ્થળોએ એક સાથે આ કાર્યક્રમ
  • એક બાળક માટે માત્ર એક જ ખાતું ખોલવામાં આવશે

Nirmala sitharaman: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala sitharaman)બુધવારે 18 સપ્ટેમ્બર(september 18)ના રોજ રાજધાની દિલ્હીમાં NPS-વાત્સલ્ય(NPS vatsalya yojana)ની સદસ્યતા લેવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ (launch)કરશે. આ યોજનાનું બ્રોશર જાહેર કરશે તેમજ નવા સગીર ગ્રાહકોને કાયમી સેવાનિવૃત્તિ એકાઉન્ટ નંબર (PRAN) કાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અધ્યક્ષ દીપક મોહંતી, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી, નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુ મદિરાલા પણ હાજર રહેશે.

Advertisement

દેશમાં 75 સ્થળોએ એક સાથે આ કાર્યક્રમ આયોજિત કરાશે

NPS વાત્સલ્ય કાર્યક્રમ દેશમાં લગભગ 75 સ્થળોએ એક સાથે આયોજિત કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા અન્ય સ્થળો પર આ કાર્યક્રમમાં હાજરી આપશે. તે સ્થાન પર નવા સગીર ગ્રાહકોને PRAN સદસ્યતા પણ વિતરણ કરવામાં આવશે. NPS વાત્સલ્ય માતા-પિતાને પેન્શન ખાતામાં રોકાણ કરીને તેમના બાળકોના ભવિષ્ય માટે બચત કરવાની સાથે નાણાંની ખાતરી કરવાની પરવાનગી આપશે.

NPS વાત્સલ્ય યોજનાનો પ્રારંભ

NPS વાત્સલ્ય લવચીક યોગદાન અને રોકાણ વિકલ્પો પ્રદાન કરે છે, જેનાથી માતાપિતાને બાળકના નામે વાર્ષિક રૂ. 1,000નું રોકાણ કરી શકે છે. જેનાથી આ તમામ આર્થિક પૃષ્ઠભૂમિના પરિવારો માટે સુલભ બનાવે છે. જુલાઈમાં તેમના બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, NPS-વાત્સલ્ય યોજના જેમાં માતા-પિતા અથવા વાલીઓ સગીરો માટે યોગદાન આપી શકશે, તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પુખ્ત વયના થયા બાદ આ યોજનાને નિયમિત NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે.

Advertisement

આ પણ  વાંચો -Gold Price Today: સોનુ ખરીદવા માંગતા લોકો માટે મોટા સમાચાર

Advertisement

યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે યોજના

NPS-વાત્સલ્ય યોજના ખાસ કરીને યુવાનો માટે બનાવવામાં આવી છે. આ યોજના હાલની NPSનો એક પ્રકાર છે. આ યોજના હેઠળ માતા-પિતા અને વાલીઓ તેમના બાળકો માટે NPS ખાતું ખોલાવી શકે છે. માતા-પિતા માત્ર 500 રૂપિયા મહિને અથવા 6000 રૂપિયા વાર્ષિકથી આ યોજનાની શરૂઆત કરાવી શકે છે. એટલે કે બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી તમે દર મહિને કે વર્ષે એક નિશ્ચિત રકમનું યોગદાન આપી શકો છો. આ યોજનાથી માતા-પિતા કે વાલીઓ માટે તેમના બાળકો માટે કારકિર્દી અને પેન્શનની યોજના કરવી શક્ય બનશે.

આ પણ  વાંચો -Share Market : શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

એક બાળક માટે માત્ર એક જ ખાતું ખોલવામાં આવશે

નેશનલ પેન્શન સ્કીમ શરૂ કરવા માટે અત્યાર સુધી 18 થી 70 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી, પરંતુ હવે NPS વાત્સલ્ય સ્કીમ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે એકાઉન્ટ ખોલાવી શકાશે. આ યોજનામાં દરેક બાળક માટે માત્ર એક ખાતું ખોલવામાં આવશે. જ્યાં સુધી બાળક 19 વર્ષનું ન થાય ત્યાં સુધી તેના માતાપિતા અથવા વાલી તેને ચલાવશે. જ્યારે બાળક 18 વર્ષનું થશે ત્યારે વાત્સલ્ય ખાતું તેને ટ્રાન્સફર કરવામાં આવશે. જે બાદ તે આ એકાઉન્ટને જાતે ઓપરેટ કરી શકશે.

Tags :
Advertisement

.