Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈ-પૂણેમાં NIAનું મેગા સર્ચ ઓપરેશન, ISIS સંકળાયેલ ટેરર મોડ્યુલનો ઘટસ્ફોટ

  સોમવારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા મુંબઈ અને પૂણેના જુદા જુદા 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં NIAને પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તો સાથે સાથે, ISIS કનેક્શન હોવા...
મુંબઈ પૂણેમાં niaનું મેગા સર્ચ ઓપરેશન  isis સંકળાયેલ ટેરર મોડ્યુલનો ઘટસ્ફોટ

Advertisement

સોમવારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા મુંબઈ અને પૂણેના જુદા જુદા 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં NIAને પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તો સાથે સાથે, ISIS કનેક્શન હોવા મામલે 4 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Advertisement

તી માહિતી મુજબ, NIAના અધિકારીઓએ જણાવ્યું છે કે સુરક્ષા એજન્સી દ્વારા મુંબઈ અને પૂણેના જુદા જુદા 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈના 4 અને પૂણેના એક સ્થળે NIA દરોડા પાડી ISIS ટેરર મોડ્યુલનો ઘટસ્ફોટ કર્યો છે.

ISIS કનેક્શન હોવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો

Advertisement

NIA દ્વારા સેન્ટ્રલ મુંબઈના નાગપાડાના એક શખ્સ સામે ISIS કનેક્શન હોવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે જયારે તેના અન્ય 4 સાગરીતોની આ મામલે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ કેસમાં NIA દ્વારા 5 આરોપીઓની પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ઈશારે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ શખ્સોની ઓળખ તબીશ નાસીર સિદ્દીકી, ઝુબેર નૂર મોહમ્મદ શેખ ઉર્ફે અબુ નુસાઇબા, શરજીલ શેખ અને ઝુલ્ફીકાર અલી બરોડાવાલા તરીકે થઇ છે.

આપણ  વાંચો -જલ્દી ઘરની બહાર નિકળો…આજનો ચન્દ્ર એક વાર જોવા જેવો છે…!

Tags :
Advertisement

.