Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક્શનમાં NIA..દેશભરમાં 100 સ્થળોએ દરોડા

NIAએ આજે ​​ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી લિંક પર મોટો દરોડો પાડ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે 100 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. ગેંગસ્ટરો અને ખાલિસ્તાની નેટવર્ક પર નોંધાયેલા 5 કેસોમાં, એજન્સી આ ઝડપી દરોડા પાડી રહી છે....
08:59 AM May 17, 2023 IST | Vipul Pandya
NIAએ આજે ​​ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી લિંક પર મોટો દરોડો પાડ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે 100 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. ગેંગસ્ટરો અને ખાલિસ્તાની નેટવર્ક પર નોંધાયેલા 5 કેસોમાં, એજન્સી આ ઝડપી દરોડા પાડી રહી છે. NIAની ટીમ 100 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. સુત્રો જણાવે છે કે NIAએ ગુનાહિત છબી અને ખાલિસ્તાની આતંકવાદી સંબંધો ધરાવતા લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે.
100 થી વધુ સ્થળો પર દરોડા 
એવું જાણવા મળ્યું છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આતંકવાદ, ડ્રગ પેડલર્સ અને ગેંગસ્ટર લિંક્સ સંબંધિત કેસોમાં 6 રાજ્યોમાં દરોડા પાડી રહી છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. એનઆઈએ કુલ મળીને 100થી વધુ સ્થળો પર સર્ચ કરી રહી છે.

પંજાબના ફિરોઝપુરમાં 3 સ્થળો પર દરોડા
અહેવાલ છે કે પંજાબના ફિરોઝપુરમાં 3 સ્થળો પર NIAના દરોડા ચાલી રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારે સવારે રેકોર્ડની તપાસ કરવા માટે સરહદી જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. NIAની ટીમે મુડકી, તલવંડી અને ફિરોઝપુરમાં ત્રણ લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. આ સિવાય ભટિંડામાં પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો--કર્ણાટકનું કોંકડું હજું પણ ગુંચવાયેલું, આજે નવા CMની જાહેરાતની શક્યતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Tags :
GangsterKhalistani terroristNIANIA raids
Next Article