ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો

સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો તે વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો...
01:01 PM May 22, 2023 IST | Dhruv Parmar

સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો તે વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ હાલના સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.

કપાસિયા તેલના ભાવની વાત કરીએ તો, કપાસિયા તેલના ભાવ રૂપિયા 1520-1600 થયા છે. ગત વર્ષે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. આ વર્ષે કપાસિયા તેલ કરતા સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં મંદી અને અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે.

અઠવાડિયામાં થયો 50 રૂપિયાનો ઘટાડો

આ પણ વાંચો : વૈશ્વિક બજારોમાં મંદીના કારણે સુરતના રત્નકલાકારોની આજીવિકા જોખમમાં!

Tags :
BusinessGujaratOilprices
Next Article