ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, સિંગતેલના ભાવમાં થયો મોટો ઘટાડો
સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો તે વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1520-1600 બોલાઈ રહ્યો છે.
મહત્વનું છે કે, સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત 3 દિવસમા સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ હાલના સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.
કપાસિયા તેલના ભાવની વાત કરીએ તો, કપાસિયા તેલના ભાવ રૂપિયા 1520-1600 થયા છે. ગત વર્ષે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. આ વર્ષે કપાસિયા તેલ કરતા સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં મંદી અને અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે.
અઠવાડિયામાં થયો 50 રૂપિયાનો ઘટાડો
- 15 મે - 5 રૂપિયાનો ઘટાડો
- 17 મે - 25 રૂપિયાનો ઘટાડો
- 18 મે - 5 રૂપિયાનો ઘટાડો
- 19 મે - 15 રૂપિયાનો ઘટાડો
- 20 મે - 5 રૂપિયાનો ઘટાડો
આ પણ વાંચો : વૈશ્વિક બજારોમાં મંદીના કારણે સુરતના રત્નકલાકારોની આજીવિકા જોખમમાં!