New criminal laws: નવા કાયદા મુજબ પહેલા ગુનો અમે નોંધ્યો! જાણો ક્યા થઈ પહેલી FIR
New criminal laws: ભારતમાં અંગ્રેજોની સમયથી ચાલી આવતી કાનુની વ્યવસ્થા બદલીને આજથી ત્રણ નવા કાયદા લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા કાયદાને લઈને એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. નવા કાયદા (New criminal laws) અમલમાં આવતા જ ભારતનો સર્વ પ્રથમ ગુનો ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મળતી વિગતો પ્રમાણે પોલીસ ઈન્સ્પેક્ટર સી.આર.જાદવે કામગીરીના ભાગરુપે નવા ફોજદારી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. મહત્વની વાત તો એ છે કે, દિલ્હી અને બિહાર સહિત ગુજરાતમાં પહેલો ગુનો નોંધાયો હોવાની ચર્ચા થઈ રહી છે.
દિલ્લીમાં 00.15 મિનિટે ફરિયાદ નોંધાઈ
નોંધનીય છે કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ ભારતભરમાં સોમવારથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે ચર્ચા એવી થઈ રહીં છે કે, નવા ફોજદારી કાયદા હેઠળ પ્રથમ એફઆઈઆર (પ્રથમ માહિતી અહેવાલ), સોમવારે દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં શેરી વિક્રેતા વિરુદ્ધ નોંધવામાં આવી હતી. આ સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ એક ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી સામે આવી છે. મધ્યપ્રદેશ પોલીસે ગ્વાલિયર જિલ્લાના હજીરા પોલીસ સ્ટેશનમાં આ કાયદાઓ હેઠળ પ્રથમ FIR દાખલ કરી હોવાની જાણકારી મળી છે.
મધ્યપ્રદેશમાં નોંધાઈ 12.14 કલાકે એક ફરિયાદ
મળતી વિગતો પ્રમાણે 1 જુલાઈના રોજ સવારે 12.24 કલાકે સૌરભ નરવારિયાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી, જેમણે મધરાત પછી તેના યામાહા ટુ-વ્હીલરની કથિત કથિત ચોરીની જાણ કરી હતી. આ મામલે ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની વાત કરવામાં આવે તો, તો એક એફઆઈઆરનો ફોટા વાયરલ થયો છે. જેમાં મધ્યરાત્રિએ લગભગ 00.15 મિનિટે દિલ્હી પોલીસે બિહારના એક શેરી વિક્રેતાને ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ તેની એફઆઈઆરમાં રસ્તા પર લોકોને અવરોધવા અને તમાકુ ઉત્પાદનો વેચવા બદલ નોંધ્યો હતો.
ભારતીય ન્યાય સંહિતા અંતરગત ફરિયાદો નોંધાઈ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કમાલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અંતરગત ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના સુરતમાં ઓલપાટ પોલીસ સ્ટેશનમાં નવા કાયદા પ્રમાણે પહેલી ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી મળી રહીં છે. હવે આ પહેલી ફરિયાદ નોંધાઈ હોવાના જે દાવા થઈ રહ્યા છે તેમાં શું કોઈ એવોર્ડ લેવાનો છે? કે જેના કારણ કે અત્યારે પહેલી ફરિયાદના દાવાઓ થઈ રહ્યા છે. હા, જો ક્યાક કેસનો ઉકેલ આવ્યો હોય તો દાવો કરવો પણ વ્યાજબી છે.