Nepal : ખરાબ હવામાન લોકો માટે આફત બન્યું, અલગ-અલગ ઘટનાઓમાં 28 લોકોના મોત...
નેપાળ (Nepal)માં ખરાબ હવામાનને રોજિંદા જીવનને ખોરવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનથી ગુરુવાર સુધી હવામાન સંબંધિત ઘટનાઓને કારણે ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે અને દેશ ભૂસ્ખલન, પૂર અને વીજળીથી પ્રભાવિત થયા છે. નેપાળ (Nepal)ના પૂર્વ ભાગોમાં 10 જૂને ચોમાસું પહોંચ્યું હતું અને ત્યારથી દેશ અનેક કુદરતી આફતોનો ભોગ બન્યો છે. બુધવારે, વિવિધ જિલ્લામાંથી ભૂસ્ખલન, પૂર અને વીજળી પડવાની 44 ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
નેપાળ (Nepal) ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં ફેલાયેલું છે. હિમાલય ક્ષેત્ર, મધ્ય પર્વતીય ક્ષેત્ર અને તેરાઈ. હિમાલયની પર્વતમાળામાં ઘણી નાની અને મોટી નદીઓ વહે છે, જ્યાં આબોહવા પરિવર્તનને કારણે હવામાન સંબંધિત ઘટનાઓ વધી રહી છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી અને પશ્ચિમ નેપાળ (Nepal)ના પાંચ જિલ્લામાં ભૂસ્ખલન અને પૂરના કારણે 15 લોકોના મોત થયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિસ્પોન્સ એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા દીજન ભટ્ટરાઈના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનને કારણે લમજુંગ અને તાપલેજુંગ જિલ્લામાં પાંચ-પાંચ, કાસ્કીમાં બે અને સંખુવાસભા અને ઓખાલધુંગા જિલ્લામાં એક-એક લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, મોરાંગ જિલ્લામાં પૂરને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.
ભૂસ્ખલનને કારણે 30 મકાનો ધરાશાયી થયા છે...
ભૂસ્ખલનને કારણે આ વિસ્તારોમાં 30 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેમાં ઝાપા અને કૈલાલી જીલ્લામાં બે-બે લોકો વીજળી પડવાને કારણે 11 જીલ્લાઓમાં 13 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓખાલધુંગા જિલ્લામાં ભૂસ્ખલનથી ઘાયલ થયેલા બે લોકોને બુધવારે એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સરકારે બચાવ અને રાહત કામગીરી માટે સેના, સશસ્ત્ર પોલીસ દળો, પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોને તૈનાત કર્યા છે.
આ પણ વાંચો : India-Egypt: ભારતીય વાયુ સેનાના Rafales ની ગુંજ Great Pyramids સુધી સંભળાય
આ પણ વાંચો : UN માં પાકિસ્તાને ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ભારતે આપ્યો એવો જવાબ કે થઇ ગઈ થૂં-થૂં…
આ પણ વાંચો : પાકિસ્તાનમાં Heat Stroke! કરાચીમાં જ 450 લોકોના મોત