Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી પીએમ મ્યુઝિયમ કરાયું"

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. રક્ષા...
 નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી પીએમ મ્યુઝિયમ કરાયું

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે.

Advertisement

રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે. 59 થી વધુ વર્ષોથી નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક સીમાચિહ્ન અને પુસ્તકો અને રેકોર્ડ્સનું ખજાનાનું ઘર છે.

Advertisement

2016માં આ મ્યુઝિયમ માટે મંજૂરી મળી હતી

હકીકતમાં, 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મૂર્તિ સંકુલમાં ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત મ્યુઝિયમ સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. NMMLની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને વડાપ્રધાનનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે અજયભાઈ પટેલ બિનહરીફ ચુંટાયા

Tags :
Advertisement

.