ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : અગ્નિકાંડમાં GPCB પડી ગયું ઉઘાડું, અધિકારીએ શરમ નેવે મુકી

GPCBના અધિકારી કે કંપનીના પ્રવક્તા? ભીનું સંકેલવા GPCBએ શરમ નેવે મુકી! સુરત અગ્નિકાંડમાં GPCB પડી ગયું ઉઘાડું! GPCBના અધિકારી જ બન્યાં કંપનીના પ્રવક્તા! સુરતમાં તક્ષશિલા બાદ બીજો સૌથી મોટો અગ્નિકાંડ દુર્ઘટનામાં ભીનું સંકેલવા GPCB હદ બહાર ગયું સચિન GIDCની એથર...
03:33 PM Nov 30, 2023 IST | Vipul Pandya

GPCBના અધિકારી કે કંપનીના પ્રવક્તા?
ભીનું સંકેલવા GPCBએ શરમ નેવે મુકી!
સુરત અગ્નિકાંડમાં GPCB પડી ગયું ઉઘાડું!
GPCBના અધિકારી જ બન્યાં કંપનીના પ્રવક્તા!
સુરતમાં તક્ષશિલા બાદ બીજો સૌથી મોટો અગ્નિકાંડ
દુર્ઘટનામાં ભીનું સંકેલવા GPCB હદ બહાર ગયું
સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાં 7ના મોત
સુરત GPCBનો કંપનીના PRO જેવો જવાબ
કંપનીની ભૂલ નહીં, અકસ્માત છેઃ GPCB
GPCBના અધિકારીનો હાસ્યાસ્પદ જવાબ
આપણે પણ ચાલતા પડી જઈએઃ GPCB
આગની ઘટનામાં ભીનું સંકેલવા તંત્રના પ્રયાસો
GPCBએ જ કહી દીધુ કે મેનેજમેન્ટ અપસેટ હતું
'અપસેટ હોવાથી લાપત્તા કામદારોની ખબર ન પડી'
7 કામદારના કંપનીમાંથી હાડપિંજર મળ્યાં
GPCBના બાબુઓ તમારી શાખના ધજાગરા ઉડે છે!
સાવ ઉઘાડા પડી ગયા હવે તો શરમ જેવું છે કે નહીં?
કંપનીના બેદરકાર જવાબદારોને બચાવવા કયા લેવલનું સેટિંગ?
GPCBના બાબુઓ, ક્લોઝર નોટિસ આપતા પણ ડરો છો?

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાના કારણે 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઇએ પણ GPCB ના અધિકારીઓ કંપનીને બચાવવા માટે મેદાનમાં આવી ગયા છે. GPCB ના અધિકારીઓ જાણે કે કંપનીના પ્રવક્તા હોય તેમ કંપનીનો લૂલો બચાવ કરી રહ્યા છે અને તેમને 7 નિર્દોષ લોકોના મોતનો પણ મલાજો નથી. GPCB ના અધિકારી કહે છે કે આપણે પણ ચાલતા પડી જઇએ. નવાઇની વાત એ છે કે તેઓ કહે છે કંપનીની ભુલ નહીં, અકસ્માત છે

ભીષણ આગ લાગવાના કારણે 7 લોકોના મોત

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાના કારણે 7 લોકોના મોત થયા હતા. મંગળવારે મોડી રાત્રે GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભયંકર આગ લાગી હતી. આગની ઘટનાના 30 કલાક બાદ 6 કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કામદારો કંપનીમાં કામ કરતા હતા. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કામદારો દાઝ્યા હતા જ્યારે 7 કામદારો લાપતા થયા હતા.

ભીનું સંકેલવા GPCBએ શરમ નેવે મુકી

જો કે આ ઘટના બાદ ભીનું સંકેલવા GPCBએ શરમ નેવે મુકી દીધી છે. GPCBના અધિકારી એથર કંપનીના પ્રવક્તા બન્યા છે અને તેનાથી GPCB ઉઘાડું પડી ગયું છે. સુરતમાં તક્ષશિલા બાદ આ બીજો સૌથી મોટો અગ્નિકાંડ છે અને આ દુર્ઘટનામાં ભીનું સંકેલવા GPCBએ હદ પાર કરી દીધી છે.

સુરત GPCB ના અધિકારીએ કંપનીના PRO જેવો જવાબ આપ્યો

સુરત GPCB ના અધિકારીએ કંપનીના PRO જેવો જવાબ આપ્યો છે. જરા પણ શરમ અનુભવ્યા વગર GPCB ના અધિકારીએ કહ્યું કે કંપનીની ભુલ નહી પણ અકસ્માત છે. GPCBના અધિકારીના આ હાસ્યાસ્પદ જવાબથી સર્વત્ર થૂ થૂ થઇ ગયું છે. તેઓ કહે છે કે આપણે પણ ચાલતા પડી જઈએ આગની ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસો કરતા GPCBએ જ કહી દીધુ કે મેનેજમેન્ટ અપસેટ હતું અને અપસેટ હોવાથી લાપત્તા કામદારોની ખબર ન પડી. ઉલ્લેખનિય છે કે કંપનીમાંથી 7 કામદારના હાડપિંજર મળ્યાં છે. GPCBના બાબુઓ હવે કંપનીને ક્લોઝર નોટિસ આપતા પણ ડરે છે.

આ પણ વાંચો---સુરતની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી આગ, ઘટનામાં 7 કામદારોના મોત

Tags :
Ether CompanyfireGPCBNegligenceSurat
Next Article