ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET : NHAI ગેસ્ટ હાઉસ સાથે તેજસ્વીનું શું છે કનેક્શન!, વિજય સિન્હાએ ખોલી ફાઈલો...

NEET પેપર લીકના સ્તરો બહાર આવતાં જ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેન્દુએ NHAI ના ગેસ્ટ હાઉસમાં એક રૂમ બુક કરાવ્યો હતો જ્યાં અનુરાગ યાદવ, શિવાનંદન કુમાર, અભિષેક કુમાર અને પિયુષ રાજને 5 મેના...
05:56 PM Jun 20, 2024 IST | Dhruv Parmar

NEET પેપર લીકના સ્તરો બહાર આવતાં જ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. NEET પેપર લીકના આરોપી સિકંદર યાદવેન્દુએ NHAI ના ગેસ્ટ હાઉસમાં એક રૂમ બુક કરાવ્યો હતો જ્યાં અનુરાગ યાદવ, શિવાનંદન કુમાર, અભિષેક કુમાર અને પિયુષ રાજને 5 મેના રોજ યહાનારી પરીક્ષાના એક દિવસ પહેલા 4 મેની પરીક્ષા સાથે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ લોકોએ યાદ રાખ્યું અને બીજા દિવસે પરીક્ષા આપી. આ તમામે પોલીસને આપેલા નિવેદનમાં કબૂલાત કરી છે કે તેમને જે પ્રશ્નો યાદ હતા તે જ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા.

સિકંદર યાદવેન્દુ રાજ્ય સરકારઅ અધિકારી છે...

હવે સવાલ એ છે કે, NEET પેપર લીકનો આરોપી સિકંદર યાદવેન્દુ કોણ છે, જેણે NHAI ના ગેસ્ટ હાઉસને બુક કરાવતા તેજસ્વી યાદવના PS લોબિંગ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, સિકંદર જળ સંસાધન વિભાગનો અધિકારી હતો. તેઓ જળ સંસાધન વિભાગમાં પોસ્ટેડ હતો. પરંતુ તેમની પહોંચના કારણે તેઓ શહેરી વિકાસ વિભાગમાં આવ્યા હતા. સિકંદરનું પોસ્ટિંગ દાનાપુરમાં હતું અને ત્યાં જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટિંગ થયું હતું. એટલું જ નહીં, સિકદર આસપાસના 4 વિસ્તારોનો હવાલો સંભાળતો હતો. એકવાર એક વરિષ્ઠ અધિકારીએ સિકંદર વિરુદ્ધ ફરિયાદ કરી તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો પરંતુ તેની પહોંચને કારણે તે 10 દિવસમાં પરત નોકરી પર મુકવામાં આવ્યો હતો. આ બતાવે છે કે તેની પહોંચ ક્યાં સ્તરે હતી. આરોપી સિકંદર જુનિયર એન્જિનિયર બનતા પહેલા કોન્ટ્રાક્ટર હતો. તેના બંને બાળકો MBBS કરે છે અને સિકંદર પણ LED કૌભાંડમાં જેલ જઈ ચૂક્યો છે.

પ્રીતમના ફોન પર રૂમ બુક કરાવ્યો...

બિહારના ડેપ્યુટી CM વિજય કુમાર સિન્હાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ સમગ્ર મામલે દાવો કર્યો કે તેજસ્વીના PS પ્રિતમ કુમારના ફોન પર NHAI રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. આ અંગે તેણે મોબાઈલ નંબર સહિતની તમામ કોલ ડિટેઈલ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, 1 મેના રોજ રાત્રે 9.07 વાગ્યે તેજસ્વીના એડિશનલ સેક્રેટરી (PS) પ્રિતમ કુમારના મોબાઈલ પરથી રોડ કન્સ્ટ્રકશન ડિપાર્ટમેન્ટના કર્મચારી પ્રદીપ કુમારના મોબાઈલ નંબર પર NHAI ગેસ્ટ હાઉસમાં સિકંદર માટે રૂમ બુક કરવા માટે કોલ આવ્યો હતો. તે દિવસે કોઈ નોંધ લેવામાં આવી નહતી. ત્યારબાદ 4 મેના રોજ સવારે 8-49 વાગ્યે પ્રદીપ કુમારને પ્રિતમ કુમારના મોબાઈલ પરથી સિકંદર માટે રૂમ બુક કરવાનું કહેવામાં આવ્યું હતું. તે બાદ એક રૂમ બુક કરવામાં આવ્યો હતો.

ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ...

આ મામલામાં ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફાળવણી વગર લોકોની નિમણૂક કરવા તથ્યો છુપાવવા અને વિભાગને ગેરમાર્ગે દોરવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ છે - પ્રદીપ કુમાર, ધર્મેન્દ્ર ધરમકાંત (JE) અને સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઉમેશ રાય.

આ પણ વાંચો : NEET પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે…

આ પણ વાંચો : NEET માં Cheat કરતા માસ્ટરમાઈન્ડની કબૂલાત, આ ભાવે વેચ્યું વિદ્યાર્થીઓનું ભવિષ્ય

આ પણ વાંચો : Breaking: ઇટાલીએ ભારતને એ દસ્તાવેજો સોંપ્યા જેનાથી આવી જશે ભૂકંપ…!

Tags :
Gujarati NewsIndiaNationalNEET Paper LeakNEET paper leak caseNHAI Guest HouseSikandar YadavenduTejashwi yadav PS Pritam kumar
Next Article