Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET-UG : પેપરમાં નકલ કરનારાઓની હવે ખેર નહીં, થશે જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ...

સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પૂર્ણ કરી અને NEET-UG પેપર લીક કેસમાં ચુકાદો અનામત રાખ્યો. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે NEET-UG 2024 ની પરીક્ષા રદ કરવામાં આવશે નહીં, CBI તપાસ પૂર્ણ થયા બાદ પેપર લીકના આરોપી ઉમેદવારોની ઓળખ...
neet ug   પેપરમાં નકલ કરનારાઓની હવે ખેર નહીં  થશે જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ

સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી પૂર્ણ કરી અને NEET-UG પેપર લીક કેસમાં ચુકાદો અનામત રાખ્યો. આ સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે NEET-UG 2024 ની પરીક્ષા રદ કરવામાં આવશે નહીં, CBI તપાસ પૂર્ણ થયા બાદ પેપર લીકના આરોપી ઉમેદવારોની ઓળખ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે બિહાર સરકારે પેપર લીકના મામલાને લઈને કડકાઈ દાખવી છે. બુધવારે, બિહાર વિધાનસભામાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે હેઠળ જો કોઈ રાજ્યમાં પેપર લીકમાં દોષી સાબિત થાય છે, તો તેને 10 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજા થઈ શકે છે.

Advertisement

NEET-UG પેપર લીકમાંથી શીખ્યા પાઠ...

નોંધનીય છે કે NEET-UG પેપર લીક બિહાર સાથે જોડાયેલું છે, અત્યાર સુધીમાં આ કેસમાં એક ડઝનથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પેપર લીક કરનારી ગેંગ અન્ય ઘણા રાજ્યોમાં સક્રિય હોઈ શકે છે. NEET-UG માંથી બોધપાઠ લેતા, બિહાર વિધાનસભાએ બુધવારે રાજ્યમાં આયોજિત ભરતી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવાના હેતુથી એક બિલ પસાર કર્યું હતું. બિહાર સંસદીય બાબતોના પ્રધાન વિજય કુમાર ચૌધરીએ ગૃહમાં રજૂ કરેલા બિહાર પબ્લિક એક્ઝામિનેશન (PE) પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ બિલ 2024 વિપક્ષના વોકઆઉટ વચ્ચે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે અગાઉ પણ આ કાયદો લાગુ કર્યો હતો...

નવા કાયદાનો હેતુ બિહારમાં પેપર લીક સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે. બિહાર તાજેતરમાં 'નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ' (NEET-UG) 2024 પ્રશ્નપત્ર લીક કેસ માટે પણ સમાચારમાં છે. આ બિલમાં આવી ગેરરીતિઓમાં સામેલ લોકો માટે ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડ સહિતની કડક સજાની જોગવાઈ છે. અગાઉ, 22 જૂને કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 લાગુ કર્યો હતો, જેના હેઠળ છેતરપિંડી કરનાર ગેંગને દસ વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડી શકે છે.

Advertisement

આ પણ વાંચો : ઘમંડી ડ્રેગનને Indian Navy એ શીખવ્યો માનવતાનો પાઠ!, કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી...

આ પણ વાંચો : શાંતિથી સાંભળો, તમે એક મહિલા છો..., RJD ની મહિલા MLA પર ગુસ્સે થયા નીતિશ કુમાર Video

Advertisement

આ પણ વાંચો : Reservation : નિવૃત્ત અગ્નિવીરોને BSF, CISF અને RPF ની નોકરીઓમાં 10 ટકા અનામત મળશે...

Tags :
Advertisement

.