Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET Exam Scam અત્યાર સુધીની સ્થિતિનો સમગ્ર ઘટનાક્રમ, જાણો શું હતી આખી ઘટના

NEET Exam Scam: પંચમહાલ જિલ્લાના ગોધરાના પરવડી ખાતે આવેલા જય જલારામ સ્કુલમાં NTA દ્વારા NEETની એક્ઝામનું સેન્ટર વર્ષોથી ચાલી રહ્યું છે. આ વર્ષે પણ 5 મે ના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી. સમગ્ર પરીક્ષામાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે જુદી જુદી રકમનું...
neet exam scam અત્યાર સુધીની સ્થિતિનો સમગ્ર ઘટનાક્રમ  જાણો શું હતી આખી ઘટના

NEET Exam Scam: પંચમહાલ જિલ્લાના ગોધરાના પરવડી ખાતે આવેલા જય જલારામ સ્કુલમાં NTA દ્વારા NEETની એક્ઝામનું સેન્ટર વર્ષોથી ચાલી રહ્યું છે. આ વર્ષે પણ 5 મે ના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી. સમગ્ર પરીક્ષામાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે જુદી જુદી રકમનું નક્કી કરી કુલ 30 વિધાર્થીઓને ઊંચા માર્ક્સથી પાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષા સમયે OMR શીટમાં વિદ્યાર્થીઓને જે જવાબ આવડતાં હોય એ જ લખ્યા બાદ અન્ય પ્રશ્ન બાકી રાખવા અને જે પરીક્ષા પુરી થયા પછી ફિલઅપ કરવાનું નક્કી કરાયું હતું. જો કે, આ સમગ્ર બાબત પંચમહાલ કલેક્ટરના ધ્યાનમાં આવી હતી. જેથી કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ ગોધરાના પરવડી જલારામ સ્કૂલ નીટ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી.

Advertisement

કારમાંથી સાત લાખ જેટલી રોકડ રકમ મળી આવી

પરીક્ષા શરૂ થાય એ પૂર્વે જ નીટની પરીક્ષામાં આસી.સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા તુષાર ભટ્ટની કાર મળી આવી હતી જેની તપાસ કરતાં કારમાંથી સાત લાખ જેટલી રોકડ રકમ મળી આવી હતી. જેથી કલેક્ટર ટીમના તપાસ અધિકારીઓ દ્વારા તુષાર ભટ્ટના મોબાઈલ, રોકડ રકમ સહિત કાર જપ્ત કરવામાં આવી હતી. રોકડ રકમ અંગે તુષાર ભટ્ટની પૂછપરછમાં આ રોકડ રકમ તેઓને ગોધરા ભાજપના લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ આરીફ વોરાએ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તુષાર ભટ્ટના મોબાઈલ માંથી 16 વિદ્યાર્થીઓનું એક લિસ્ટ મળી આવ્યું હતું. જે વડોદરા સ્થિત રોય ઓવર્સીસના માલિક પરશુરામ શર્મા દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાય આવ્યું હતું. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે આ ત્રણેય સામે નીટ પરીક્ષા ષડયંત્ર અંગે 8 મે ના રોજ ગુનો નોંધવવામાં આવ્યો હતો.

કરોડોના ચેક અને ઓનલાઇન વ્યવહાર સામે આવ્યા

આ સમગ્ર બાબતની તપાસ ગોધરા ડીવાયએસપીની અધ્યક્ષતામાં ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી હતી. દરમિયાન પોલીસે પ્રથમ દિવસે જ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓની યાદી આપનાર વડોદરાના રોય ઓવરસીસ કન્સલ્ટન્સીના સંચાલક પરશુરામ રોયની ઓફિસમાં પોલીસે છાપો મારી કોમ્પ્યુટર, મોબાઇલ સહિત કબ્જે લઈ તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા થયા હતા. જેમાં કરોડો રૂપિયાના ચેક અને ઓનલાઇન વ્યવહાર થયાનું સામે આવ્યું હતું અને પરશુરામ જે ઓવરસીસ એજન્સી ચલાવતો હતો એને ત્યાથી પોલીસ ને કેટલાક બ્લેન્ક ચેક, લાખોની રકમ ભરેલા ચેક અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી વોટ્સઅપ ચેટ અને ઓનલાઇન ટ્રાન્જેક્શન થયાનું મળી આવ્યું હતું.

Advertisement

લાખોની રકમ ભરેલા ચેક મળી આવ્યા હતા

દરમિયાન પોલીસ દ્વારા મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ કરવામાં આવી અને કાર કબ્જે લઈ કોર્ટમાં રજૂ રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન પોલીસની વધુ તપાસમાં હાલ વડોદરા ખાતે રહેતા અને મૂળ બિહારના વિભોર આનંદ નામના શખ્સની ભૂમિકા સામે આવ્યું હતું. વિભોર આનંદ વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ અભ્યાસમાં મોકલવા માટેની કન્સલ્ટન્સીનું કામ કરતો હતો. જેની પોલીસે બિહાર ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસ દ્વારા જલારામ પરીક્ષા કેન્દ્રના નીટ પરીક્ષામાં જવાબદારી નિભાવવાનાર કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. બીજી તરફ રિમાન્ડ દરમિયાન તુષાર ભટ્ટની સાથે જય જલારામ સ્કુલના આચાર્ય પુરુષોત્તમ શર્મનું નામ બહાર આવતાં તેની પણ ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા જે હાલ જેલમાં છે.

પાંચ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

બીજી તરફ પોલીસ દ્વારા મળી આવેલા લિસ્ટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.જેમાં નાણાંકીય લેવડ દેવડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાં 2.30 કરોડ રૂપિયા ચેક મારફતે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં મુકવામાં આવી હતી. દરમિયાન કોર્ટ દ્વારા કડક વલણ આપનાવી દેશના આરોગ્યના ભવિષ્ય સાથે ચેડા કરનારને જામીન આપી શકાય નહીં એમ જણાવી રેગ્યુલર જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી. એવી જ રીતે જય જલારામ સ્કુલના આચાર્ય અને નીટ પરીક્ષા કેન્દ્ર કો ઓર્ડીનેટર પરસોત્તમ શર્માએ ગોધરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી છે. જેની સુનાવણી યોજાઈ હતી જેના હુકમ માટે આગામી 20 જૂનની મુદત કોર્ટે આપી છે. પંચમહાલ પોલીસની ટીમ એનટીએ પાસે જરૂરી માહિતી અને પુરાવા મેળવવા માટે હાલ દિલ્હી ખાતે છે. આ ઉપરાંત અન્ય રાજ્યના 10 વિદ્યાર્થીઓના અને વાલીઓના નિવેદન લેવા માટે ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે.

Advertisement

 અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો: Cyber Crime: સાવધાન પોરબંદર! 2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા

આ પણ વાંચો: પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?

Tags :
Advertisement

.