Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2 હજાર કરોડનું ડ્રગ્સ પીપાવાવ પોર્ટ પરથી જપ્ત, આરોપી પકડ્યો પણ NCB ને રિમાન્ડ ના મળ્યા

ડ્રગ્સની હેરાફેરી માટે માફિયાઓ (Drugs Mafia) એ ગુજરાતને પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ પકડેલા હજારો-લાખો કરોડના ડ્ર્ગ્સ આ વાતને બળ પૂરું પાડે છે. નારકોટીક્સ કંટ્રોલ ઑફ બ્યૂરો (Narcotics Control Bureau) એ માર્ચ મહિનાના અંતમાં...
06:04 PM Oct 07, 2023 IST | Bankim Patel

ડ્રગ્સની હેરાફેરી માટે માફિયાઓ (Drugs Mafia) એ ગુજરાતને પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ પકડેલા હજારો-લાખો કરોડના ડ્ર્ગ્સ આ વાતને બળ પૂરું પાડે છે. નારકોટીક્સ કંટ્રોલ ઑફ બ્યૂરો (Narcotics Control Bureau) એ માર્ચ મહિનાના અંતમાં પીપાવાવ પોર્ટ પરથી વિદેશમાં મોકલાતા 2000 કરોડના ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો છે. હજારો કરોડના ડ્રગ્સ કેસમાં Gujarat NCB એ ન્યૂ દિલ્હીની ફાર્માસ્યુટિકલ કંપનીના ડિરેક્ટરની 6 મહિના બાદ ધરપકડ તો કરી, પરંતુ રાજુલાની અદાલતે આરોપીના રિમાન્ડ ના મજૂંર કર્યા છે. Mundra Adani Port બાદ હવે ડ્રગ્સ માફિયાઓએ સૌરાષ્ટ્રના Pipavav Port તરફ નજર દોડાવી છે.

શું છે સમગ્ર કેસ ?

ગુજરાત એનસીબી (Gujarat NCB) એ ગત માર્ચ મહિનાના અંતમાં પીપાવાવ પોર્ટ પરથી વિદેશ મોકલાઈ રહેલા એક કન્સાઈન્મેન્ટને અટકાવ્યું હતું. ફાર્માસ્યુટિકલ કંપનીના કન્સાઈન્મેન્ટમાંથી બે અલગ અલગ Cold Cap તથા Alpcet-P નામની કેપ્સ્યૂલનો મોટા પાયે જથ્થો મળ્યો હતો. 39 લાખ 60 હજાર કેપ્સ્યૂલના જથ્થામાં મેળવાયેલા સેમ્પલ તપાસવામાં આવતા તેમાંથી પ્રત્યેક કેપ્સ્યૂલમાંથી 120 mg સૂડોએફેડ્રીન (pseudoephedrine) નામનું શિડ્યુલ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેનું કુલ વજન 475.2 કિલોગ્રામ (કિંમત 2000 કરોડ) થાય છે. પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું હોવાથી NCB એ ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. હજારો કરોડના ડ્રગ્સ કેસની તપાસ કરવા NCB અધિકારી બી. કે. બિશનોઈ (B K Bishnoi) ઉત્તર ભારતમાં આવેલી ફેક્ટરી ખાતે બે વખત જઈ આવ્યા. ન્યૂ દિલ્હીની એએલપીએસ લાઈફ સાયન્સ કંપની (ALPS Life Science Pvt Ltd) ના ડિરેક્ટરો પૈકી સુમીતકુમાર બિજેન્દ્ર સિંઘ (Sumit Kumar Bijendra Singh) ને આરોપી દર્શાવ્યા.

જાતભાતના ડ્રગ્સ બનાવવાનું રૉ મટિરિયલ

દવાના નામે 39.60 લાખ કેપ્સ્યૂલમાં 475 કિલો જેટલું સૂડોએફેડ્રીન છુપાવીને દેશ બહાર મોકલવાનું ષડયંત્ર છતું થયું છે. સૂડોએફેડ્રીનનો ઉપયોગ ફાર્માસ્યૂટિકલ સેક્ટરમાં તેમજ અલગ-અલગ પ્રકારના સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટે થાય છે. ડ્રગ્સના સમાચારોમાં મેથાએમફેટામાઈન (Methamphetamine) નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યું હશે. સૂડોએફેડ્રીનમાંથી 90 ટકા જેટલું મેથાએમફેટામાઈન પ્રોસેસ કરીને મેળવી શકાય છે.

ના મળ્યા NCB ને રિમાન્ડ

માર્ચ મહિનાના અંતમાં પકડાયેલા 2000 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં NCB ના તપાસ અધિકારી બી. કે. બિશનોઈ (NCB Officer B K Bishnoi) એ ફાર્માસ્યુટિકલ કંપનીના ડિરેક્ટરની NDPS Act ના ગુનામાં ધરપકડ કરી. આરોપી સુમીતકુમારના રિમાન્ડ મેળવવા માટે રાજુલ કોર્ટમાં NCB એ અરજી દાખલ કરી હતી.  ડ્રગ્સ રૂટ અને રિસીવરની માહિતી છુપાવવા સુમીતકુમારે પોતાનો મોબાઈલ ફોન તોડી નાંખ્યો હોવાની જજ સમક્ષ NCB એ ગંભીર રજૂઆત કરી હતી. આરોપીના એડવોકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુમીતકુમારને NCB IO પૂછપરછ માટે સપ્ટેમ્બર મહિનામાં ત્રણેક દિવસ માટે બોલાવી ચૂક્યાં છે. હરિયાણા ખાતે આવેલી ફેક્ટરીમાં પણ જઈ આવ્યાં છે. ફાર્માસ્યૂટિકલ કંપનીના ડિરેક્ટરને ઠોસ પૂરાવાઓ વિન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. આ તમામ દલીલો બાદ રાજુલા કોર્ટ (Rajula Court) ના એડિશનલ સિનિયર સિવિલ જજે (Additional Senior Civil Judge) નારકોટીક્સ કંટ્રોલ ઑફ બ્યૂરોની રિમાન્ડ અરજી ના મંજૂર કરી છે.

આ પણ વાંચો - મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી, ઈન્ટરનેટ સેવાઓ 11 ઓક્ટોબર સુધી રહેશે બંધ

આ પણ વાંચો - કોંગ્રેસની ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ, રાહુલ ગાંધી કરશે રેલીનું સંબોધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Additional Senior Civil JudgeAdvocate Utkarsh DaveALPS Life Science Pvt LtdDrugs MafiaGujarat SamacharIO B K BishnoiMethamphetamineMundra Adani PortNarcotics Control BureauNCBNCB GujaratNCB Officer B K BishnoiNew Drugs RoutePipavav PortpseudoephedrineRajula CourtSumit Kumar Bijendra Singh
Next Article