Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Naxalite Encounter : કાંકેર એન્કાઉન્ટર પર અમિત શાહે કહ્યું- દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડીશું...

કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર (Naxalite Encounter)માં 29 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. મોટી વાત એ છે કે 29 માંથી 15 મહિલા નક્સલવાદીઓનો સમાવેશ થાય છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી...
06:07 PM Apr 17, 2024 IST | Dhruv Parmar

કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર (Naxalite Encounter)માં 29 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. મોટી વાત એ છે કે 29 માંથી 15 મહિલા નક્સલવાદીઓનો સમાવેશ થાય છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ભાજપ સરકારે નક્સલવાદ અને આતંકવાદ વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું છે. જ્યારે છત્તીસગઢમાં BJP ની સરકાર બની ત્યારે તે અભિયાને વધુ વેગ પકડ્યો હતો.

અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 2014 થી શિબિરોનું આયોજન કરવાનું શરૂ કર્યું. 2019 માં ફરી સરકાર બન્યા બાદ લગભગ ત્રણ મહિનામાં 250 કેમ્પ લગાવવામાં આવ્યા છે. છત્તીસગઢમાં 80 નક્સલવાદીઓ માર્યા ગયા છે, 125 થી વધુની ધરપકડ કરવામાં આવી છે અને 150 થી વધુ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. શાહે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે નક્સલવાદીઓ વિરુદ્ધની આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને ખૂબ જ ઓછા સમયમાં PM મોદીના નેતૃત્વમાં અમે દેશમાંથી નક્સલવાદને જડમૂળથી ઉખાડી નાખીશું.

4 કલાક સુધી અથડામણ ચાલી...

કાંકેર નક્સલવાદી એન્કાઉન્ટર (Naxalite Encounter) પર, IG બસ્તર પી સુંદરરાજે કહ્યું કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે લગભગ 4 કલાક સુધી અથડામણ થઈ હતી. DRG અને BSF ની ટીમોએ વિસ્તારને ઘેરી લીધો અને 29 નક્સલીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં 15 મહિલાઓ અને 14 પુરૂષો હતા. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. માઓવાદીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલુ છે.

29 નક્સલવાદીઓ માર્યા ગયા...

હકીકતમાં, મંગળવારે કાંકેરમાં પોલીસ દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ એન્કાઉન્ટર (Naxalite Encounter)માં માર્યો ગયો હતો, જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. કહેવાય છે કે માર્યા ગયેલા ખતરનાક નક્સલવાદી શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. માર્યા ગયેલી બે મહિલા નક્સલવાદી લલિતા અને માંડવી પર 25-25 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું. શંકર રાવ, લલિતા અને માંડવી ડીવીસી રેન્કના લીડરો હતા.

આ પણ વાંચો : Shambhu Border Farmers: વધુ એકવાર મહાસંગ્રામના પાયા નાખ્યા ખેડૂતોએ સરકાર સામે, કુલ 11 ટ્રેન રદ

આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથે ‘રામ નવમી’ પર નાની છોકરીઓના પગ ધોયા, જુઓ Video

આ પણ વાંચો : Nomination Affidavit : BJP ની આ મહિલા ઉમેદવાર પાસે તમે ગણી નહીં શકો તેટલી સંપત્તિ…

Tags :
action will continueAmit ShahAMIT Shah saidGujarati NewsIndiakankerkanker encounterNarendra ModiNationalNaxalite encounterpm modiwe will uproot naxalism from country
Next Article