Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Naxal Attack Chhattisgarh : બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓ (Naxal Attack)એ મોટો હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 14 જવાનો ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની...
naxal attack chhattisgarh   બીજાપુરમાં crpf કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો  3 જવાન શહીદ  14 ઘાયલ

છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓ (Naxal Attack)એ મોટો હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 14 જવાનો ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની માહિતી મળતાં જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement

બસ્તરના આઈજી પી સુંદરજે મંગળવારે જણાવ્યું કે બીજાપુર-સુકમા બોર્ડર પર જોનાગુડા અને અલીગુડા પાસે નક્સલવાદીઓ (Naxal Attack) સાથે ગોળીબારમાં 13 જવાનો ઘાયલ થયા છે. જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં 2021માં 23 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ મંગળવારે સવારે નક્સલીઓએ અચાનક ટેકુલગુડમ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 13 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હેલિકોપ્ટરમાં જગદલપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. ચાર જવાનોની હાલત ગંભીર છે, જેમને રાયપુર રીફર કરવામાં આવ્યા છે. કોબ્રા બટાલિયન અને ડીઆરજી સૈનિકો સાથે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

Advertisement

ઘાયલ સૈનિકોએ જણાવ્યું કે દક્ષિણ બસ્તર ડિવિઝનના ઈન્ચાર્જ મુચકી ઈરા બટાલિયન નંબર 1ના કંપની નંબર 2 કમાન્ડર સોઢી કેશા સાથે લગભગ 60-70 સશસ્ત્ર નક્સલવાદીઓ (Naxal Attack)ની હાજરીની માહિતી મળી હતી. આ પછી, એવી માહિતી મળી હતી કે નક્સલવાદીઓ (Naxal Attack) ન્યુ કેમ્પ ટેકુલગુડમથી પોલીસ સ્ટેશન તારેમ અને પોલીસ સ્ટેશન જગરગુંડા રોડ પર પેટ્રોલિંગ કાર્યમાં રોકાયેલા સુરક્ષા દળોને નિશાન બનાવીને મોટું નુકસાન કરવાની યોજના બનાવી રહ્યા હતા. કેમ્પ થાણા ચિન્નાગેલ્લુરથી 9 કિમી અને સિલ્ગરથી 10 કિમી દૂર આવેલું છે.

આ પણ વાંચો : Samajwadi Party : અખિલેશે લોકસભા ચૂંટણીની પ્રથમ યાદી જાહેર કરી, 16 બેઠકો પર પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.