Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari : 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુર

રાજ્યમાં ભારે વરસાદને લઈને અને જિલ્લાઓની નદી અને ડેમ છલકાયા છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. કાવેરી...
08:50 AM Jul 29, 2023 IST | Hiren Dave

રાજ્યમાં ભારે વરસાદને લઈને અને જિલ્લાઓની નદી અને ડેમ છલકાયા છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સમાન ત્યાંજ છોડી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.

 

કાવેરી અને અંબિકા નદીમાં  ઘોડાપુર 

નવસારી ​​​​​​​જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર જ્યારે પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી નદી 13 ફૂટ ઉપર પહોંચી છે.કાવેરી નદીના જળસ્થર વધતા શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતું અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં ૮૨ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 47 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો છે.આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં ચાર ઇંચ ખાબક્યો છે.રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં નવસારી બેટમાં ફેરવાઇ ગયું છે અને અનેક વિસ્તાર જળ બંબાકાર બન્યા છે.

આ પણ  વાંચો-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારીમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

Next Article