Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ, માઇમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર

આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવલા નોરતાનો પ્રારંભ થતાં આજે સવારથી જ માઇ ભક્તો આદ્યશક્તિના દર્શન કરવા માઇ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શક્તિના ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ શક્તિના ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો...
આજથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ  માઇમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર

આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવલા નોરતાનો પ્રારંભ થતાં આજે સવારથી જ માઇ ભક્તો આદ્યશક્તિના દર્શન કરવા માઇ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement

શક્તિના ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ

શક્તિના ઉપાસનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના માઇ મંદિરોમાં માઇ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. નવદુર્ગાની ઉપાસનાના પર્વે શક્તિપીઠોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સવારથી જ મદિરોમાં માતાજીના દર્શન કરીને લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આ માટે માઇ મંદિરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બોલ માડી અંબે..જય જય અંબેના નાદથી માઇ મંદિરો ગુંજી ઉઠ્યા છે.

Advertisement

ગરબે ઘુમવા માટે ખૈલેયાઓમાં પણ ભારે થનગનાટ 

નવલા નોરતામાં ગરબે ઘુમવા માટે ખૈલેયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. મોટા શહેરોથી માંડીને નાના ગામો સુધી માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘુમવા માટે નવરાત્રી મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. ખલૈયાઓ માતાજીના ગરબે ઘુમીને શક્તિની ઉપાસના કરવા તત્પર છે અને આજે રાતથી દસ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં મોડી રાત સુધી નોરતાનો માહોલ જામશે.

Advertisement

માતાજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી

માઇ મંદિરોમાં ભક્તોના ધસારાને જોતાં ખાસ વ્યવસ્થા કરાઇ છે. ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયા છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના નાના મોટા તમામ મંદિરોમાં આજે માતાજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભક્તો આજથી નવ દિવસના ઉપવાસ પણ કરશે. અમદાવાદના ભદ્રકાળી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ ડોવા મળી રહી છે. માઇ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો---અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે, પ્રથમ દિવસે પાયલ વખારીયા ગરબા પ્રસ્તુત કરશે

Tags :
Advertisement

.