China: ચીનથી પ્રકૃતિ નારાજ! અચાનક જ ગાયબ થઈ ગયો એક હાઈવે, જુઓ Video
China: ચીનમાં અત્યારે તબાહી ચાલી રહીં છે. તબાહી ચાલી રહી છે એટલા માટે કે, ચીનમાં અનેક જગ્યાએ જમીન ધરાશાયી થઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે ચીનમાં એક BG હાઈવે અચાનક તૂટી પડ્યો છે. આ ઘટનાનો વીડિયો જોઈને વ્યક્તિનું હ્રદય કંપી જાય. આ ઘટના એટલી ભયાનક હતી કે તેમાં 19 લોકોનો જીવ ગયો છે. આખો હાઈવે ધરાશાયી થઈ જતા કેટલાય લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે, આ સાથે હાઈવે ધરાશાયી થતા અનેક વાહનો ફસાઈ પણ ગયા હતા. ઘટનાની વાત કરવામાં આવે તો દક્ષિણ ચીનના ગુઆંગ્ડોંન વિસ્તારમાં બુધવારે આ ઘટના બની હતી.
S12 હાઇવે બુધવારે અચાનક તૂટી પડ્યો
નોંધનીય છે કે, હાઈવે ધરાશાયી થતા એમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ મામલે રાજ્ય પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે, મેઇઝોઉ શહેર અને ડાબુ કાઉન્ટી વચ્ચેના S12 હાઇવેનો 17.9-મીટર (58.7-ફૂટ) વિભાગ બુધવારે સવારે 2:10 વાગ્યે તૂટી પડ્યો હતો જેમાં 19 લોકોના મોત થાય અનેક વાહનો ફસાયા છે. જેમાં 18 વાહનોમાં મુસાફરી કરી રહેલા ડઝનબંધ લોકો ફસાઈ ગયા હતા. ઘટના સમયે હાઈવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. પછી જોરદાર અવાજ સાથે એક ભાગ તૂટી ગયો. અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.
30 લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા
અત્યારે આ ઘટનામાં 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 30 લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થિર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તે જોખમની બહાર છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે.
મીડિયા એજન્સી દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો
ચીનના સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ ઘટનાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઊંડા ખાડામાંથી જ્વાળાઓ અને ધુમાડા નીકળતા જોવા મળે છે. તેમાં ઘણી કાર પડી ગયેલી જોવા મળે છે. અકસ્માત બાદ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશન ટીમ બચાવ કાર્ય કરી રહી છે. આટલી મોટી દુર્ઘટના કેવી રીતે અને શા માટે થઈ તે અંગે હાલ કોઈ માહિતી નથી.