Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

China: ચીનથી પ્રકૃતિ નારાજ! અચાનક જ ગાયબ થઈ ગયો એક હાઈવે, જુઓ Video

China: ચીનમાં અત્યારે તબાહી ચાલી રહીં છે. તબાહી ચાલી રહી છે એટલા માટે કે, ચીનમાં અનેક જગ્યાએ જમીન ધરાશાયી થઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે ચીનમાં એક BG હાઈવે અચાનક તૂટી પડ્યો છે. આ ઘટનાનો વીડિયો જોઈને વ્યક્તિનું હ્રદય કંપી...
china  ચીનથી પ્રકૃતિ નારાજ  અચાનક જ ગાયબ થઈ ગયો એક હાઈવે  જુઓ video
Advertisement

China: ચીનમાં અત્યારે તબાહી ચાલી રહીં છે. તબાહી ચાલી રહી છે એટલા માટે કે, ચીનમાં અનેક જગ્યાએ જમીન ધરાશાયી થઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે ચીનમાં એક BG હાઈવે અચાનક તૂટી પડ્યો છે. આ ઘટનાનો વીડિયો જોઈને વ્યક્તિનું હ્રદય કંપી જાય. આ ઘટના એટલી ભયાનક હતી કે તેમાં 19 લોકોનો જીવ ગયો છે. આખો હાઈવે ધરાશાયી થઈ જતા કેટલાય લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે, આ સાથે હાઈવે ધરાશાયી થતા અનેક વાહનો ફસાઈ પણ ગયા હતા. ઘટનાની વાત કરવામાં આવે તો દક્ષિણ ચીનના ગુઆંગ્ડોંન વિસ્તારમાં બુધવારે આ ઘટના બની હતી.

S12 હાઇવે બુધવારે અચાનક તૂટી પડ્યો

નોંધનીય છે કે, હાઈવે ધરાશાયી થતા એમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ મામલે રાજ્ય પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે, મેઇઝોઉ શહેર અને ડાબુ કાઉન્ટી વચ્ચેના S12 હાઇવેનો 17.9-મીટર (58.7-ફૂટ) વિભાગ બુધવારે સવારે 2:10 વાગ્યે તૂટી પડ્યો હતો જેમાં 19 લોકોના મોત થાય અનેક વાહનો ફસાયા છે. જેમાં 18 વાહનોમાં મુસાફરી કરી રહેલા ડઝનબંધ લોકો ફસાઈ ગયા હતા. ઘટના સમયે હાઈવે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. પછી જોરદાર અવાજ સાથે એક ભાગ તૂટી ગયો. અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.

Advertisement

30 લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા

અત્યારે આ ઘટનામાં 19 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 30 લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત સ્થિર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તે જોખમની બહાર છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે.

Advertisement

મીડિયા એજન્સી દ્વારા શેર કરવામાં આવ્યો વીડિયો

ચીનના સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ ઘટનાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. ઊંડા ખાડામાંથી જ્વાળાઓ અને ધુમાડા નીકળતા જોવા મળે છે. તેમાં ઘણી કાર પડી ગયેલી જોવા મળે છે. અકસ્માત બાદ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશન ટીમ બચાવ કાર્ય કરી રહી છે. આટલી મોટી દુર્ઘટના કેવી રીતે અને શા માટે થઈ તે અંગે હાલ કોઈ માહિતી નથી.

આ પણ વાંચો: Pakistan ના મંત્રીએ ભારતના કર્યા ભરપેટ વખાણ, જાણો શું કહ્યું… Video

આ પણ વાંચો: London stabbings: ચાઈનીઝ તલવારની ધાક પર લંડનના રસ્તા પર થયું કંઈક આવું….

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

વિવાદો બાદ પ્રેમચંદ અગ્રવાલે આપ્યું રાજીનામું, વિપક્ષ એટેકિંગ મોડમાં, રાજકીય તાપમાન પણ 'હાઈ

featured-img
સ્પોર્ટ્સ

Team India માં સ્થાન ન મળવા પર ચહલે તોડ્યું મૌન,કહ્યું- 'કુલદીપ..!

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

×

Live Tv

Trending News

.

×