Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RSS : ભારત હંમેશા હિન્દુ રાષ્ટ્ર રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની જરુર

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ ભુજમાં આર. એસ.એસ. (RSS) ની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક યોજાઇ છે. દરમિયાન આજે સંઘના સહ કાર્યવાહક દતાત્રેય હોશબોલેએ મીડિયાને સંબોધતાં કહ્યું કે ભારત હંમેશા હિન્દુ રાષ્ટ્ર રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની જરુર છે. દેશને જોડવાનું કાર્ય સંઘ કરે...
04:06 PM Nov 07, 2023 IST | Vipul Pandya

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ

ભુજમાં આર. એસ.એસ. (RSS) ની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક યોજાઇ છે. દરમિયાન આજે સંઘના સહ કાર્યવાહક દતાત્રેય હોશબોલેએ મીડિયાને સંબોધતાં કહ્યું કે ભારત હંમેશા હિન્દુ રાષ્ટ્ર રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની જરુર છે.

દેશને જોડવાનું કાર્ય સંઘ કરે છે

ભુજમાં આર. એસ.એસ.ની રાષ્ટ્રીય કાર્યકારણી ચાલી રહી છે. આજે સંઘના સહ કાર્યવાહક દત્તાત્રેય હોશબોલએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે આરએસએસના શતાબ્દી વર્ષ અંગે તેમજ આર. એસ.એસ.ની યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે કચ્છના લોકોનો હું ધન્યવાદ કરું છું. વર્ષમાં બે વખત આર. એસ.એસ.ની બેઠક થાય છે. ગત વર્ષે પ્રયાગરાજમાં બેઠક થઈ હતી. દેશને જોડવાનું કાર્ય સંઘ કરે છે.

દરેક મુદ્દા પર રાષ્ટ્રીય આંદોલન ચલાવવામાં આવે છે

તેમણે કહ્યું કે 2001 ના ભૂકંપમાં રાહત કાર્ય સંઘ દ્વારા કરાયુ હતું. ભુજમાં સંઘની બેઠકમાં ત્રણ દિવસ શાખા આધારીત વાત કરાઇ હતી. સંઘ દ્વારા દેશ માટે મંથન કરવામાં આવે છે. શાખાની આજે સંખ્યા 95 હજાર થઈ છે. ગ્રામ વિકાસમાં અનેક કામો કરવામાં આવે છે. દરેક મુદ્દા પર રાષ્ટ્રીય આંદોલન ચલાવવામાં આવે છે. અયોદ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે.ત્યારે તમામ તૈયારી પૂર્ણ થઈ છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવશે. આ ઐતિહાસિક ક્ષણ બની રહેશે. જાન્યુઆરીથી લોકોને આવવા અભિયાન હાથ ધરાશે.

નાગરિક કર્તવ્ય જરૂરી

સમાજમાં જાતિ ભેદ દૂર કરાશે. કુટુંબમાં સંસ્કૃતિ જરૂરી છે. પર્યાવરણની રક્ષા કરવી જરૂરી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જરૂરી છે. પાણી બચાવવું જોઈએ. દરેક જગ્યાએ વૃક્ષો વાવવા જરૂરી છે. સ્વદેશી જીવન શૈલી અપનાવવી જરૂરી છે. નાગરિક કર્તવ્ય જરૂરી છે. સામાજિક સમરસતા જરૂરી છે.

મુખ્યમંત્રી સાથે ગુજરાતના વિકાસ માટે વાત થઈ

તેમણે એમ પણ કહ્યું કે સરહદના વિકાસ માટે સતત ધ્યાન દોરવામાં આવે છે. આપણી ફરજ બની રહે છે.બેઠકમાં રાજકીય પક્ષની ચર્ચા થઈ નથી. દેશમાં 100 ટકા મતદાન થવું જોઈએ. ભ્રષ્ટાચાર દેશમાં ન થવો જોઈએ. સમાજને જાગૃત થવાનું છે. મુખ્યમંત્રી સાથે ગુજરાતના વિકાસ માટે વાત થઈ હતી.

ભારત હિન્દૂ રાષ્ટ્ર હંમેશા રહેશે

તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત હિન્દૂ રાષ્ટ્ર હંમેશા રહેશે. રાષ્ટ્રની અસ્મિતાને જાગૃત કરવાની છે. દેશની એકતા હોવી જરૂરી છે. અત્યાર સુધી 120 મહિલા સંમેલન થયા છે. હજુ પણ 500 સંમેલન થશે. મહિલાઓ માટેની યોજના પહોંચવી જોઈએ. લવ જેહાદ માટે ધ્યાન દોરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે સંઘ દ્વારા પરિવાર મિલન શરૂ કરાશે. કિશોરી વર્ગ પણ શરૂ કરાયાં છે, ધર્મ પરિવર્તન અટકાવીએ છીએ. ભારત દેશ એક છે, સમાજને જાગૃત કરવાનું છે. સાયન્સ ટેક્નોલોજીનો વિરોધ ન થવો જોઈએ.

આ પણ વાંચો---હવે દરેક રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પોતાનો નિર્ણય લેવાનો…!

Tags :
Co-Executive Dattatreya HoshboleHindu nationNational Executive MeetingRSS
Next Article