Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ

National Creators Awards: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર’ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે કીર્તિકા ગોવિંદાસામીને એક નહીં પરંતુ ત્રણ વાર પ્રણામ કર્યા હતાં. તેનો વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સાથે જ પીએમ...
11:12 PM Mar 08, 2024 IST | VIMAL PRAJAPATI
National Creators Awards touching moment

National Creators Awards: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર’ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે કીર્તિકા ગોવિંદાસામીને એક નહીં પરંતુ ત્રણ વાર પ્રણામ કર્યા હતાં. તેનો વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, ‘દીકરીઓ મારા પગને અડે તો હું પરેશાન થઈ જાઉં છું.’ વાસ્તવમાં, કીર્તિકા ગોવિંદાસામી પીએમ મોદીના પગને સ્પર્શ કરવા આગળ વધ્યા કે તરત જ તેમણે તેમને રોક્યા અને ખુબ વડાપ્રધાને તેમને પ્રણામ કર્યાં હતાં.

પીએમ મોદીએ દીકરીને ત્રણ વાર પ્રણામ કર્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કાર્તિકા ગોવિંદાસામીને પગે લાગતા રોક્યા અને ખુદ વડાપ્રધાનએ આ દીકરીને ત્રણ વાર પ્રણામ કર્યાં હતા. આ સાથે તેમણે કહ્યું કે, આમ તો રાજનીતિમાં દેશમાં એક પરંપરા બની ગઈ છે. લોકો હવે પગે લાગે છે. કલા જગતમાં પગે લાગવાનો અર્થ અલગ થાય છે. અને તેનો ભાવ પણ અલગ હોય છે. પરંતુ કોઈ દીકરી પગે લાગે તો હું ખુબ જ પરેશાન થઈ જાઉ છું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસર પર નારીનું સન્માન

વડાપ્રધાન મોદીએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસર પર કીર્તિકા ગોવિંદાસામીને શ્રેષ્ઠ વાર્તાકારનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને સર્જકોને વિનંતી કરી હતી કે તેઓ ‘મહિલા શક્તિ’ ને તેમની કામગીરી અને વિષય-વસ્તુનો એક ભાગ બનાવે.

બીજેપીએ આને 'મહિલાઓનું સન્માન' ગણાવ્યું

ઉલ્લેખનીય છે કે, બીજેપીએ 'એક્સ' પર વીડિયો શેર કર્યો અને તેને 'નવા ભારતની ઓળખ' અને 'મહિલાઓનું સન્માન' ગણાવ્યું હતું. વાસ્તવમાં, જ્યારે કીર્તિકા ગોવિંદાસામી ભારત મંડપમ ખાતે આયોજિત નેશનલ ક્રિએટર્સ એવોર્ડ કાર્યક્રમમાં પીએમ મોદીના પગને સ્પર્શ કરવા માટે આગળ વધી, ત્યારે પીએમ મોદીએ તેમને રોક્યા અને પગ નહીં, એમ કહીને પોતાની લાગણી વ્યક્ત કરી.

આ પણ વાંચો:  National Creators Award 2024 : PM મોદીએ જાહેર કરી અમદાવાદના લોકોની ઓળખ, જાણો શું કહ્યું…
આ પણ વાંચો: PM Modi : કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર, LPG ગેસના ભાવમાં મોટો ઘટાડો…
આ પણ વાંચો: PM Ujjwala Yojana: લોકસભા ચૂંટણી અને મહિલા દિવસ પહેલા દેશની મહિલાઓને પીએમ મોદીની અનોખી ભેટ
Tags :
best storyteller awardBharat MandapamDelhi Newskeerthika govindasamyNational Creators AwardsNational Creators Awards touching momentnational newspm modi keerthika govindasamypm modi newstouching momentVimal Prajapati
Next Article