Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crew-9 Mission : સુનિતા વિલીયમ્સને પૃથ્વીથી પરત લાવવા પહોંચ્યું SpaceX ડ્રેગન

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન શરૂ કરવામાં આવ્યું. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ISS પર...
crew 9 mission   સુનિતા વિલીયમ્સને પૃથ્વીથી પરત લાવવા પહોંચ્યું spacex ડ્રેગન
Advertisement
  • અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા
  • તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન શરૂ કરવામાં આવ્યું.
  • નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ISS પર પહોંચ્યા

Crew-9 Mission: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલ્મોર ઘણા મહિનાઓથી અવકાશમાં અટવાયેલા છે. હવે તેમને પૃથ્વી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન (Crew-9 Mission) શરૂ કરવામાં આવ્યું છે. નાસાના નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સુનીતા અને બૂચને પાછા લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરીને રવિવારે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા. ત્યાં તમામે હેગ અને ગોર્બુનોવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો----Sunita Williams ને ધરતી ઉપર પરત લાવવા માટે Crew-9 Mission ને કરાયું લોન્ચ

Advertisement

અવકાશયાત્રીઓ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ગળે લાગ્યા

ફાલ્કન 9 રોકેટ શનિવારે કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી બપોરે 1:17 વાગ્યે (1717 GMT) ઉપડ્યું હતું, જ્યારે ડ્રેગન અવકાશયાન પર ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5:30 વાગ્યે ISS પાસે પહોંચ્યું હતું. ડોકીંગ પૂર્ણ થયા પછી, નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાંડર ગોર્બુનોવ સાંજે 7:00 વાગ્યા પછી સ્ટેશન પર ઉતર્યા અને સ્પેસ સ્ટેશન પર સવાર તેમના સાથીદારોને ગળે લગાવ્યા હતા. જેના પર નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પેમ મેલરોયે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે આજનો દિવસ શાનદાર હતો.

Advertisement

સુનીતા અને તેના સાથીઓ અવકાશમાં કેવી રીતે ફસાઈ ગયા

જ્યારે હેગ અને ગોર્બુનોવ ફેબ્રુઆરીમાં સ્પેસ સ્ટેશનથી પાછા ફરશે, ત્યારે તેઓ બે અવકાશયાત્રી બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પાછા લાવશે - . જે બોઈંગ દ્વારા ડિઝાઈન કરાયેલ સ્ટારલાઈનરમાં સમસ્યાને કારણે સમયસર પૃથ્વી પર પાછી આવી શક્યા ન હતા. જ્યારે તેઓ ત્યાં માત્ર આઠ દિવસ રોકાવાના હતા, ત્યારે ફ્લાઇટ દરમિયાન સ્ટારલાઈનરમાં ખામી સર્જાયા બાદ નાસાને યોજના બદલવાની ફરજ પડી હતી. સ્ટારલાઇનરની વિશ્વસનીયતા પર અઠવાડિયાના સઘન પરીક્ષણ પછી, અવકાશ એજન્સીએ આખરે તેને ક્રૂ વિના લોન્ચ કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો---ગુજરાતની દિકરી Sunita Williams ફસાઇ..જાણો શું થઇ શકે સમસ્યા

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

AHMEDABAD ની ખ્યાતનામ શાળામાં બાળકીનું શંકાસ્પદ મોત

featured-img
ગાંધીનગર

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

featured-img
રાષ્ટ્રીય

Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

featured-img
રાષ્ટ્રીય

Delhi : પૂર્વાંચલ અપમાન મુદ્દે રાજકીય તણાવ, કેજરીવાલના ઘરની બહાર ભાજપનું પ્રદર્શન

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

×

Live Tv

Trending News

.

×