Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Namo Bharat Rapid Rail: કેટલું હશે ભાડું, કેટલી હશે સ્પીડ? જાણો તમામ માહિતી

નરેન્દ્ર મોદીએ દેશને નમો ટ્રેનની આપી ભેટ અમદાવાદ અને ભુજ વચ્ચે 9 સ્ટેશનો પર ઉભી રહેશે ભુજથી અમદાવાદની કિંમત અંદાજે 455 રૂ. થઈ શકે છે Namo Bharat Rapid Rail:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ દેશને નમો ભારત રેપિડ રેલ...
namo bharat rapid rail  કેટલું હશે ભાડું  કેટલી હશે સ્પીડ  જાણો તમામ માહિતી
  • નરેન્દ્ર મોદીએ દેશને નમો ટ્રેનની આપી ભેટ
  • અમદાવાદ અને ભુજ વચ્ચે 9 સ્ટેશનો પર ઉભી રહેશે
  • ભુજથી અમદાવાદની કિંમત અંદાજે 455 રૂ. થઈ શકે છે

Namo Bharat Rapid Rail:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ દેશને નમો ભારત રેપિડ રેલ (Namo Bharat Rapid Rail) ની ભેટ આપી છે. તેમણે ગુજરાતના ભુજ રેલવે સ્ટેશનથી નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી બતાવી હતી. PM મોદીના ઉદ્ઘાટન સાથે રેલવેએ વંદે ભારતનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું. આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 9 સ્ટેશનો પર ઉભી રહેશે અને ટ્રેકન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ચાલો જાણીએ નમો ભારત રેપિડ રેલના ભાડાથી લઈને બધું.

Advertisement

શું હશે ભાડું?

નમો ભારત રેપિડ રેલનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હોઈ શકે છે. ભુજથી અમદાવાદની વન-વે ટિકિટની કિંમત અંદાજે 455 રૂપિયા થઈ શકે છે.સાપ્તાહિક, પખવાડિયા અને માસિક સીઝન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. પ્રતિ યાત્રી ટિકિટ પર અનુક્રમે 7 રૂપિયા, 15 રૂપિયા અને 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી શકાય છે.

Advertisement

આ પણ  વાંચો -PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

નમો ભારત રેપિડ ટ્રેનની શું છે વિશેષતાઓ

  • અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5.45 કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.
  • આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા, સાબરમતી અને કાલુપુર (અમદાવાદ સ્ટેશન) ખાતે સ્ટોપ કરશે.
  • નમો ભારત રેપિડ રેલ ભુજથી સવારે 5.05 કલાકે ઉપડશે અને સવારે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે.
  • આ ટ્રેનમાં 2,058 ઊભા રહેવા માટે અને 1,150 મુસાફરોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે
  • આ ટ્રેનમાં 12 AC કોચ છે અને તેમાં બેસવા માટે ગાદલાં સોફાની પણ વ્યવસ્થા છે.
  •  ફોન ચાર્જિંગ સ્ટેશન, સીસીટીવી, સેન્ટ્રલાઇઝ્ડ કંટ્રોલ ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, એલઇડી લાઇટિંગ, ટોઇલેટ, રૂટ મેપ ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે.
  • સામાન્ય જનતા માટે આ રેલ સેવા પીએમ મોદીના જન્મદિવસ પર 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Advertisement
Tags :
Advertisement

.